gujjufanclub.com

Logo

Gujjufanclub.com

Spread the love

Aadhar Lock: Lock Biometric Aadhar data: આધાર કાર્ડ એ આપણુ ખુબ જ અગત્યનુ ડોકયુમેન્ટ છે. આધાર કાર્ડ આપણુ બેંક એકાઉન્ટ સાથે પણ લીંક હોય છે. તેના લીધે આધાર કાર્ડ નો ઉપયોગ કરી ફ્રોડ થવાની ખાસ શકયતાઓ રહેલી છે. આપણા આધાર ડેટા ના બાયોમેટ્રીક નો કોઇ દુરુપયોગ ન કરે તે માટે આધાર કાર્ડ ની ઓફીસીયલ સંસ્થા uidai દ્વારા એક નવી સુવિધા આપવામા આવી છે જેમા આધાર ના બાયોમેટ્રીક ડેટા ને લોક કરી શકાય છે. આધાર ના બાયોમેટ્રીક ડેટા ને લોક કેમ કરવો તેની માહિતી મેળવીએ.

આધાર કાર્ડ ને લગતી કોઇ પણ કામગીરી માટે https://uidai.gov.in/en/ ઓફીસીયલ વેબસાઇટ છે. જો તમને એમ લાગતું હોય કે તમારા આધાર કાર્ડ ના ડેટાનો કોઈ ખોટો ઉપયોગ કરી શકે છે. તો તમે આધાર ના બાયોમેટ્રીક ડેટા ને લોક કરી શકો છો. આધાર કાર્ડ માટેની સંસ્થા UIDAI યૂઝર્સને પોતાનો ડેટા સુરક્ષિત રાખવા માટે અનેક ફીચર્સ આપી રહ્યુ છે. તેમાંથી એક ફીચર આધાર ડેટા લોક કરવાનું છે. આ માટે તમારે ફક્ત સરળ સ્ટેપ ફોલો કરવાના રહેશે. આધાર કાર્ડને કેવી રીતે લોક કરવું તેની સ્ટેટેપવાઇઝ માહિતી આ પોસ્ટમા મેળવીએ.

Aadhar Lock Step

આધાર ના ડેટાને લોક કરતા પહેલા તમારે તેના માટે 16 ડિજિટનું વર્ચ્યુઅલ ID ક્રિએટ કરવુ પડશે. કારણ કે VID ની મદદથી જ તમે આધારને ગએમ ત્યારે લોક કે અનલોક કરી શકો છો.

આધાર બાયોમેટ્રિક્સને લોક કરવા માટે સૌથી પહેલા તમારા UIDAI ની ઓફીસીયલ વેબસાઈટ https://uidai.gov.in/en/ ઓપન કરવાની રહેશે.

અહીં તમારે My Aadhaar ના ઓપ્શન પર જવાનું રહેશે. જ્યાં તમને ઘણા વિકલ્પો જોવા મળશે. જેમાં તમારે Lock/unlock Biometrics ના ઓપ્શન પર જવાનુ રહેશે.

વર્ચ્યુઅલ આઇડી જનરેટ કર્યા બાદ તમારે આધાર લોક કરવા માટે તમારૂ વર્ચ્યુઅલ ID, પૂરું નામ, પિન કોડ, અને કેપ્ચા એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ આધાર સાથે તમારા રજિસ્ટરર્ડ નંબર પર OTP આવશે.

OTP એન્ટર કર્યા બાદ તમે તમારા આધારના બાયોમેટ્રિક્સને લોક કરી શકો છો. જયારે બાયોમેટ્રિક્સને અનલોક કરવાની જરૂરિયાત લાગે ત્યારે તમારે આ જ સ્ટેપ્સને ફોલો કરવાના રહેશે.

બસ તમારે આ માટે Aadhar Lock ને બદલે Aadhar Unlock વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ તમારું VID, કેપ્ચા એન્ટર કરીને OTP જનરેટ કરવાના હોય છે. અને પછી આગળ ના સ્ટેપ મુજબ ની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.

આધાર લોકોના ફાયદા

આધાર ના ફીચરનો મુખ્ય ફાયદો એ છે કે આ ફીચરને ઓન કર્યા બાદ કોઈ તમારું આધાર બાયોમેટ્રિક્સ યૂઝ કરી શકતુ નથી. આ ફીચરને યૂઝરની સેફ્ટી માટે જોડવામાં આવેલ છે. એટલે કે તમે તમારું વર્ચ્યુઅલ આઇડી કોઈની સાથે શેર કરશો તો ફક્ત તે જ વ્યક્તિ તમારો આધાર નંબર યૂઝ કરી શકશે. તેને તમારા બાયોમેટ્રિક્સનું એક્સેસ મળી શકસે નહીં.

અગત્યની લીંક

Aadhar Official Websiteઅહિં ક્લીક કરો

આધાર કાર્ડ ને લગતી કામગીરી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://uidai.gov.in

Source : Vyanjan Recipes


Spread the love

Leave a Reply