હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક લોકોને સરળતાથી રાષ્ટ્રધ્વજ મળી રહે તે માટે પોસ્ટ ઓફીસ માંથી એક ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ફક્ત 25 રૂપિયામાં આ ભારતીય રાષ્ટ્રધ્વજ મળશે અને જેમની સાઈઝ 20×30 ઇંચ છે
આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા હર ઘર તિરંગા (National Flag) લહેરાવવા માટે આહ્વાન કર્યું છે ત્યારે હર ઘર તિરંગો (Har Ghar tiranga) લહેરાવીને આઝાદીનાં 75 વર્ષની ઉજવણી કરવામાં આવશે રાષ્ટ્રધ્વજ લોકો પોતાના ઘર કે ઓફિસમાં કે વ્યવસાયના સ્થળે લગાવી શકે તે માટે સામાન્ય લોકોને 25 રૂપિયાના દરે મળી રહે તે માટે પોસ્ટ ઓફિસ વિભાગ તરફથી તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે
મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા ત્રણ દિવસમાં પોસ્ટ ઓફિસ વિભાગ માં 30000 તિરંગા નું વેચાણ નો ઓર્ડર મળી ચૂક્યો છે જો તમારે તિરંગો ખરીદો હશે તો પોસ્ટ ઓફિસમાં જઇને આપ તેની ખરીદી કરી શકશો સાથે જ આપ ઓનલાઇન ઓર્ડર પણ કરી શકો છો જે પોસ્ટ મારફતે પણ ઝંડો પોતાના ઘરે મંગાવી શકો છો એ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
રેલ્વે મેઈલ સર્વિસ સેન્ટર સુપરિટેનડેન્ટ અલ્પેશ શાહ અમદાવાદથી જણાવે છે કે આઝાદીના અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત ભારતના સૌથી ભવ્ય તહેવારની ઉજવણી માટે ભારતીય પોસ્ટ વિભાગ પણ સજ્જ છે. પોસ્ટ ઓફિસમાંથી રાષ્ટ્રધ્વજ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રધ્વજ ફક્ત 25 રૂપિયામાં મળશે જેમની સાઈઝ 20×32 ઇંચ માં ઉપલબ્ધ છે. કોઈપણ વ્યક્તિ રાષ્ટ્રધ્વજ ખરીદવા માટે તેમની નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી અને તેમના ઘરે લાવી અને તેમને ફરકાવી અને ભારતના આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી શકે છે.
હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવાના છો. અને તમારા ઘર પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવવાના છો તો રાષ્ટ્ર ધ્વજ તમારી નજીકની પોસ્ટ ઓફિસમાંથી મળી જશે. એક અથવા તો એક કરતાં વધારે લેવા માંગો છો તો પણ મળી જશે. અને કચેરી પર જવું નથી તો ઓનલાઈન ઓર્ડર પણ કરી શકશો. ભારતીય પોસ્ટ વિભાગની વેબસાઈટ www.indiapost.gov.in/ અથવા ઈ – પોસ્ટ ઓફીસની વેબસાઈટ www.epostoffice.gov.in નો સંપર્ક દ્વારા પણ ધ્વજની ખરીદી ઈ – પોસ્ટ ઓફીસ પોર્ટલ પર સીધી ચુકવણી કરીને કરી શકો છો.