Busines News

ચીન પર ટ્રમ્પનો સૌથી મોટો પ્રહાર: ડ્રોન પર સીધો 100% ટેક્સ! શું ભારત પણ લપેટામાં આવશે?

Spread the love

અમેરિકા અને ચીન વચ્ચેનું “ટ્રેડ વોર” (Trade War) ફરી એકવાર ભડકે બળ્યું છે! અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ચીનને અત્યાર સુધીનો સૌથી મોટો આર્થિક ઝટકો આપતા એક મોટો નિર્ણય લીધો છે. ચીનથી આવતા ડ્રોન અને તેના સ્પેરપાર્ટ્સ પર સીધો 100% ટેક્સ (Tariff) લગાવી દેવામાં આવ્યો છે!

ચીન પર 100% ડ્રોન ટેક્સ શા માટે?

આખી દુનિયા જાણે છે કે ડ્રોન માર્કેટમાં ચીનની કંપનીઓ (ખાસ કરીને DJI) નો દબદબો છે. લગ્નના ફોટોગ્રાફી ડ્રોનથી લઈને મોટા કોમર્શિયલ ડ્રોન સુધી, મોટાભાગનું માર્કેટ ચીન કંટ્રોલ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ રાષ્ટ્રીય સુરક્ષા (National Security) ને મોટો ખતરો ગણાવીને આ નિર્ણય લીધો છે.

અમેરિકન સરકારનું માનવું છે કે ચીની ડ્રોન્સ અમેરિકાનો ડેટા ચોરી કરીને ચીન સરકારને મોકલી શકે છે, જે સુરક્ષા માટે મોટો ખતરો છે. સાથે જ અમેરિકા પોતાની લોકલ ઈન્ડસ્ટ્રીઝને બચાવવા અને ચીન પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે.

આ પણ વાંચો: 👉 પ્રીમિયમ પેટ્રોલ vs નોર્મલ પેટ્રોલ: કયું તમારા માટે વધુ સારું? જાણો સાચી માહિતી

ભારત માટે પણ મોટું જોખમ?

આ રિપોર્ટ્સમાં એક બહુ ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે વ્હાઇટ હાઉસ (White House) માત્ર ચીન જ નહીં, પણ ભારત પર પણ પેનલ્ટી (Anti-transhipment penalties) લગાવવાનું વિચારી રહ્યું છે!

તેની પાછળનું કારણ એવું કહેવાઈ રહ્યું છે કે અમુક કંપનીઓ ચીનનો માલ ભારત વાયા કરીને અમેરિકામાં વેચી રહી છે (જેથી ટેક્સ બચાવી શકાય). અમેરિકાને શંકા છે કે ભારત ચીનને આ ટેક્સની ચોરી કરવામાં મદદ કરી રહ્યું છે. જો અમેરિકા ભારત પર પણ પ્રતિબંધ લગાવશે તો આપણા એક્સપોર્ટ માર્કેટને મોટો ફટકો પડી શકે છે.

શું દુનિયામાં સસ્તા ડ્રોન મળવાના બંધ થશે?

100% ટેક્સ એટલે જો કોઈ ચીની ડ્રોન 50,000 રૂપિયાનું આવતું હોય, તો અમેરિકામાં તે સીધું 1,00,000 રૂપિયાનું થઈ જશે! આ નિર્ણયથી ગ્લોબલ લોજિસ્ટિક અને માર્કેટમાં મોટો ભૂકંપ આવી શકે છે. દુનિયાના બીજા દેશો પણ હવે ચીની વસ્તુઓ પર ટેક્સ વધારવાનું વિચારી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પના આ આક્રમક નિર્ણય વિશે તમારું શું માનવું છે? શું ભારત સરકારે પણ ચીની વસ્તુઓ પર આવો 100% ટેક્સ લગાવવો જોઈએ? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપો!


Spread the love