Kavita/Gazal

હૃદય તૂટી ગયું છે.

Spread the love

હૃદય તૂટી ગયું છે પણ હૃદય-ધબકાર બાકી છે,
ભલે થઇ વાર્તા પૂરી પરંતુ સાર બાકી છે.

ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,
હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે.

મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.

આ પણ વાંચો: 👉 નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી

મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.

જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં દિનકર ,
હજુ કંઇ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.

✍ વ્યાસ દિનેશ-દિનકર


Spread the love