Kavita/Gazal

Poem : કરી શકો તો કરી બતાવો…

Spread the love

❛કરી શકો તો કરી બતાવો,
ને કોરી આંખે રડી બતાવો.

ગણિત તમારું જો હોય પાકું,
વહ્યાં જે આંસુ ગણી બતાવો.

કર્યા વિના બસ હા-જી બધામાં,
વિરુદ્ધ વ્હેણે તરી બતાવો.

દશા અમારી સમજવા માટે,
ડુમા ને ડુસકાં ગળી બતાવો.

Also Read
હૃદય તૂટી ગયું છે.

બહાદુરીની પરીક્ષા કરવા,
લ્યો, ખુદની સાથે લડી બતાવો.

મઝા મળીતી જે સ્વપ્ન જોઈ,
પ્રભુ એ સપનું ફરી બતાવો.

સરળ છે જીવન કહો છો ઈશ્વર,
બની ને માણસ જીવી બતાવો.❜


Spread the love