Helth

નાની ઉંમરમાં સફેદ થઈ રહ્યાં છે વાળ? તો તાત્કાલિક આ પાંચ વસ્તુઓથી બચો…

Spread the love

આજકાલ નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. અનેક યુવાનો-યુવતીઓ આ સમસ્યાથી પરેશાન છે. ત્યારે આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જે ખાવાથી તમારે બચવું જોઈએ.

  

1/5

માંસ

માંસ

માંસમાંથી શરીરને જરૂરી પ્રોટીન મળે છે તેવું કહેવામાં આવે છે. પ્રોટીન શરીર માટે ફાયદાકારક છે. પરંત જો માંસનું વધારે પડતું સેવન કરવામાં આવે તો શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી શકે છે અને તમારા વાળ નાની ઉંમરમાં સફેદ થઈ શકે છે.

2/5

Also Read
Top 10 Raincoat: ગમે તેવો વરસાદ હશે નહિ પલળવા દે, બજારમા મળે છે આ ટોપ 10 રેઇન કોટ; કિંમત પણ વાજબી.

કેક અને પેસ્ટ્રી

કેક અને પેસ્ટ્રી

આજકાલ નાના-મોટા પ્રસંગોને ઉજવવા માટે કેક અને પેસ્ટ્રી સામાન્ય થઈ ગઈ છે. આ કેક અને પેસ્ટ્રીમાં અલગ-અલગ રંગોનો ઉપયોગ થાય છે. જેનાથી કેક અને પેસ્ટ્રી દેખાવામાં સારી લાગે છે પરંતુ તે વાળ માટે સારી નથી.

3/5

પેકેજ્ડ ફૂડ

પેકેજ્ડ ફૂડ

પેકેજ્ડ ફૂડ અને જ્યુસમાં મોનોસોડિયમ હોય છે. જો તમે તેનું વધારે સેવન કરશો તો વાળ જલ્દી સફેદ થઈ જશે. જેથી આવા ખોરાકથી તો દૂર રહેવું જ સારું છે.

4/5

મેંદાનો લોટ

મેંદાનો લોટ

ફરસાણથી માંડીને સમોસા બનાવા સુધીમાં મેંદાનો લોટનો ઉપયોગ થાય છે. મેંદો તમારી પાચનશક્તિને નબળી પાડે છે. જેની સીધી અસર આપણા વાળ પર પડે છે અને નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે.

5/5

ખાંડ

ખાંડ

ખાંડનો સ્વાદ ભલે તમને ગમે એટલો સારો લાગે પરંતુ તે સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. વધુ ગળપણથી શરીરને નુકસાન તો થાય છે જ, સાથે વાળ જલ્દી સફેદ થવા લાગે છે કારણ કે વધુ પડતી ખાંડ ખાવાથી વિટામિન-ઈની ઉણપ થઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે.  તેને અપનાવતા પહેલા ચિકિત્સીય સલાહ જરૂર લો.)


Spread the love