Helth

Heart Problem? : શું સ્ત્રીઓ કરતાં પુરુષોને હાર્ટ એટેકનું જોખમ વધુ હોય છે? શું કહે છે નિષ્ણાતોનો રિપોર્ટ?

Spread the love

હાર્ટ એટેક માટે ઘણાબધા પરિબળો જવાબદાર હોય છે, જે સમયસર ઓળખવા ખૂબ જરૂરી છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.

આજકાલ હાર્ટ એટેક એ સૌથી ગંભીર અને જીવલેણ સમસ્યા બની ગઈ છે સ્વાસ્થ્ય માટે. જ્યારે હૃદય સુધી પહોંચતા લોહીના પ્રવાહમાં અવરોધ આવે છે, ત્યારે હાર્ટ એટેકની પરિસ્થિતિ ઉદભવે છે. કોરોનરી ધમનીઓમાં સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ, ચરબી અને અન્ય હાનિકારક પદાર્થોના જમા થવાને કારણે નળીઓમાં અવરોધ ઊભો થાય અને બ્લોકેજ થાય છે, જેને તબીબી ભાષામાં ‘કોરોનરી આર્ટરી ડિસીઝ’ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયમાં યુવાનોમાં વધતા હાર્ટએટેકને લઈને સંસોધન હાથ ધરાયું હતું. જેમાં તારણ આવ્યું કે સ્ત્રીઓની સરખામણી એ પુરુષોમાં હાર્ટ એટેકનું જોખમ વધુ છે.
આરોગ્ય નિષ્ણાતોના મતે કેમ પુરુષોમાં હૃદયરોગના વધુ શિકાર થઈ રહ્યા છે તે નીચે લેખ માં જાણીએ.

સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં હાર્ટ એટેકનું જોખમ કેમ વધુ  ???

નિષ્ણાતો અને મેડિકલ રિપોર્ટ્સ અનુસાર, હાર્ટ એટેકની બાબતમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. સામાન્ય રીતે પુરુષોમાં હાર્ટ એટેકનું જોખમ સ્ત્રીઓની સરખામણી માં વહેલું અને વધુ હોય છે. 

ઉંમરનો તફાવત: પુરુષોમાં પ્રથમ હાર્ટ એટેકની એવરેજ ઉંમર 65 વર્ષ છે, જ્યારે સ્ત્રીઓમાં તે ઉમર 72 વર્ષની આસપાસ જોવા મળે છે. એટલે કે, સ્ત્રીઓમાં આ જોખમ લગભગ 10 વર્ષ મોડું જોવા મળ્યું છે.

એસ્ટ્રોજન હોર્મોનનો ફાયદો: નિષ્ણાતો માને છે કે મેનોપોઝ (માસિક ધર્મ બંધ થવા) પહેલા સ્ત્રીઓના શરીરમાં રહેલા એસ્ટ્રોજન હોર્મોન તેમના હૃદયને કુદરતી રીતે જ સુરક્ષા આપે છે.

Also Read
શેરડીને ભૂલી જાવ– આ વનસ્પતિ ખાંડ કરતા 300 ગણી મીઠાશ ધરાવે છે, ડાયાબિટીસમાં પણ ઉપયોગી

વ્યસન/તણાવ: પુરુષોમાં નશીલા પદાર્થોનું સેવન સ્ત્રીઓની સરખામણીએ વધારે પ્રમાણ માં જોવા મળે છે. તે ઉપરાંત, પુરુષોમાં સ્ટ્રેસ મેનેજમેન્ટની ક્ષમતા ઓછી હોવાને કારણે માનસિક દબાણ સીધું હૃદયને અસર કરે છે.

હાર્ટ એટેક આવવાના મુખ્ય કારણો

હૃદયરોગના હુમલા માટે અનેક કારણો જવાબદાર હોય છે, જેને સમયસર ઓળખવામાં ન આવે તો ગંભીર બની જાય છે. માટે તેને સમયસર ઓળખવા જરૂરી છે. બદલાયેલી જીવનશૈલી હાર્ટએટેકનું મુખ્ય કારણ માનવામાં આવે છે. વધારે પડતું વજન (સ્થૂળતા), બેઠાડુ જીવન, વધારે પડતું જંકફૂડ ખાવાની આદત અને કસરતનો અભાવ, લોકોમાં જોવા મળે છે. તો હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ જેવા કારણો પણ હાર્ટએટેક માટે જવાબદાર છે. સતત માનસિક તણાવ અને ચિંતાના કારણે હૃદય પર દબાણ વધે છે. તેમજ  તમાકુ, સિગારેટ અને દારૂનું સેવન જેવા વ્યસનો હૃદયને સીધું નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત વધતી જતી ઉંમર અને ફેમિલી હિસ્ટ્રી પણ હાર્ટએટેકનું કારણ હોઈ શકે છે.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


Spread the love