gujjufanclub.com

Logo

Gujjufanclub.com

Spread the love

દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અમેઝોન સાથે જોડાઈની આવક મેળવવાની સુવર્ણ તક, તમારી મરજી મુજબ કરો કામ
દિગ્ગજ ઇ-કોમર્સ કંપની 

દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અમેઝોન સાથે જોડાઈની આવક મેળવવાની સુવર્ણ તક, તમારી મરજી મુજબ કરો કામ

જો તમે કમાણી કરવાની (Earn money) કોઈ તક શોધી રહ્યા છો અથવા નોકરી શોધી રહ્યા છો, તો અહીં તમારા માટે ખાસ તક વિશે વાત કરવામાં આવી છે. જેનાથી તમે દર મહિને રૂ. 55 થી 60 હજારની કમાણી કરી શકો છો. તમે દુનિયાની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન (Earn money with Amazon)ની સાથે કમાણી કરી શકો છો. એમેઝોનની આ ખાસ નોકરીમાં તમે ફુલ ટાઈમ અને પાર્ટ ટાઈમ કામ કરી શકો છો.

જુઓ વિગતવાર માહિતી

તમે Amazonમાં ડિલીવરી બોય બનીને સારી કમાણી કરી શકો છો. આ નોકરીમાં તમારે ગ્રાહકોને પેકેજ પહોંચાડવાનું રહેશે. ડિલીવરી બોય એમેઝોનના વેરહાઉસ(Amazon warehouse)થી પેકેજ લઈને ગ્રાહકો સુધી પહોંચાડે છે. દેશભરમાં અત્યારે ડિલીવરી બોયની ખૂબ જ જરૂરિયાત છે.

10થી 15 કિલોમીટરની રેન્જમાં સર્વિસ આપવાની રહેશે

જે રીતે દેશભરમાં કારોબાર વિસ્તરી રહ્યો છે, જેને લઈને ડિલીવરી બોયની જરૂરિયાત વધી છે. એક ડિલીવરી બોયે એક દિવસમાં 100થી 150 પેકેજ ડિલીવર કરવાના રહે છે. આ ઉપરાંત 10થી 15 કિલોમીટરના એરિયામાં પેકેજ ડિલીવર કરવાનું રહે છે.

કેટલા કલાક કામ કરવાનું રહે છે?

કામના કલાકો ડિલીવરી બોય પર નિર્ભર કરે છે કે તે કેટલા કલાકમાં પેકેજ ડિલીવર કરે છે. એમેઝોનના ગ્રાહક સવારે 7 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ડિલીવરી સર્વિસ આપે છે. દિલ્હીના ડિલીવરી બોયનું આ અંગે કહેવું છે કે તેઓ લગભગ 4 કલાકમાં 100-150 પેકેજ ડિલીવર કરે છે.

કેવી રીતે કરશો એપ્લાય?

જો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરવા ઈચ્છો છો, તો તમારે આ લિંક https://logistics.amazon.in/applynow પર અરજી કરવાની રહેશે.

ક્વોલિફિકેશન

ડિલીવરી બોય બનવા માટે તમારી પાસે ડિગ્રી હોવી જરૂરી છે. જો તમે સ્કૂલ અથવા કોલેજ પાસ કરી છે તો તમારી પાસે તેનું પાસિંગ સર્ટીફિકેટ હોવું જરૂરી છે. પેકેજ ડિલીવર કરવા માટે તમારી પાસે બાઈક અથવા સ્કૂટર હોવું જરૂરી છે. એટલું જ નહીં તમારી પાસે જે તે બાઈક અથવા સ્કૂટરનું ઈન્શ્યોરન્સ અને આરસી બુક હોવી જરૂરી છે. સાથે જ અરજીકર્તા પાસે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું પણ જરૂરી છે.

કંપની સંપૂર્ણ જાણકારી આપે છે

આ નોકરીમાં કંપની તમને સંપૂર્ણ જાણકારી આપે છે. કંપની તમને નોકરી શરૂ કરવા દરમિયાન કામ અંગેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવે છે. પેકેજ ડિલીવર કરવા માટેની તમામ તાલીમ એમેઝોન તરફથી આપવામાં આવે છે.

સેલરી

Amazon Delivery boy salary- ડિલીવરી બોયને દર મહિને નિયમિત પગાર આપવામાં આવે છે. એમેઝોન ડિલીવરી બોયને રૂ.12થી 15 હજાર ફિક્સ સેલેરી આપવામાં આવે છે. પરંતુ પેટ્રોલનો ખર્ચ ડિલીવરી બોયે કાઢવાનો રહે છે. એક પ્રોડક્ટ કે એક પેકેજ ડિલીવર કરવા પર તમને રૂ. 10થી રૂ. 15 મળે છે. ડિલીવરી સર્વિસ કંપની અનુસાર જો આખો મહિને કામ કરવામાં આવે અને રોજ 100 પેકેજ ડિલીવર કરવામાં આવે તો આરામથી રૂ. 55,000થી રૂ. 60,000 કમાઈ શકાય છે.


Spread the love

Leave a Reply