gujjufanclub.com

Logo

Gujjufanclub.com

Spread the love

Send message to any unknown person without saving number on WhatsApp follow simple steps

WhatsApp Tips : WhatsApp હાલમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. છેલ્લા કેટલાક દિવસોથી વોટ્સએપ એક પછી એક નવા ફીચર્સ(Feature) લાવી રહ્યું છે અને હવે કંપનીએ એક નવું ફીચર લોન્ચ કર્યું છે, જેથી હવે તમે કોઈપણ વ્યક્તિનો મોબાઈલ નંબર સેવ કર્યા વગર ચેટ(chat) અને કોલ કરી શકો છો. આ ફીચર એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેથી વોટ્સએપ પર ચેટિંગ માટે તમારે સામેવાળા યુઝરનો મોબાઈલ નંબર સેવ કરવાની જરૂર નથી.

વોટ્સએપ દ્વારા રજૂ કરવામાં આવેલા આ નવા ફીચરથી ઘણા યુઝર્સની ચિંતાઓ દૂર થઈ ગઈ છે. કારણ કે અત્યાર સુધી તમારે WhatsApp પર કોઈની સાથે ચેટ કરવા માટે તેમનો મોબાઈલ નંબર સેવ કરવો પડતો હતો. પરંતુ હવે આ સમસ્યા દૂર થશે. કારણ કે હવે યુઝર્સ મોબાઈલ નંબર સેવ કર્યા વગર પણ વોટ્સએપ ચેટિંગ અને કોલિંગ કરી શકશે. આ ફીચર એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

કેવી રીતે વાપરવું?

સૌથી પહેલા તે મોબાઈલ નંબર કોપી કરો જેના સાથે તમે ચેટ કરવા માંગો છો. આ પછી તમારે WhatsApp ઓપન કરવાનું રહેશે.
પછી ન્યૂ ચેટ વિકલ્પ પર ટેપ કરો.

ત્યારબાદ ઉપર એક સર્ચ બોક્સ દેખાશે, જેના પર કોપી મોબાઈલ નંબર લખવાનો રહેશે અથવા તમે સીધું કોપી પેસ્ટ કરી શકો છો.
આ પછી તમારે Looking Outside Your Contact પર ક્લિક કરવાનું રહેશે.
જો તે મોબાઈલ નંબર વોટ્સએપ પર હશે તો સંલગ્ન નામ અને ચેટનો વિકલ્પ દેખાશે.
આ પછી, તમે ચેટ વિકલ્પ પર ક્લિક કરતા જ એક નવી ચેટ વિન્ડો ખુલશે.

મોબાઈલ નંબરથી પણ લોગીન કરી શકાય છે અત્યાર સુધી તમારે ડેસ્કટોપ અને લેપટોપ પર WhatsApp લોગીન કરવા માટે QR કોડનો ઉપયોગ કરવો પડતો હતો. કેટલીકવાર QR કોડ સ્કેન થતો નથી. આવી સ્થિતિમાં તમે લેપટોપ પર WhatsApp ચલાવી શકતા નથી. પરંતુ હવે તમે મોબાઈલ નંબર વડે WhatsApp લોગીન કરી શકો છો. આવા કિસ્સામાં, જો તમારા મોબાઈલ નંબર પર ઇન્ટરનેટ કામ કરતું નથી, તો પણ તમે ડેસ્કટોપ અને લેપટોપ પર WhatsApp પર લોગીન કરી શકો છો.


Spread the love

Leave a Reply