
Wall decoration tips: ચોમાસામાં વરસાદને કારણે ઘરની દિવાલો અને સીલિંગમાં ભેજ આવે છે. ભેજ આવવાને કારણે પોપડા ઉખડવા લાગે છે. આ કારણે રૂમ બહુ ખરાબ લાગે છે. રૂમને સજાવટ કરવા માટે આ લેટેસ્ટ આઇડિયા પર એક નજર કરી લો.
Wall decoration tips: ઘરની દિવાલો સજાવવા માટે લોક જાતજાતની રીતો અજમાવતા હોય છે. વઘારે વરસાદ આવવાને કારણે દિવાલોમાં ભેજ આવે છે. દિવાલોમાં ભેજ હોવાને કારણે કલર તેમજ ચુનાના પોપડા ઉખડી જાય છે, આ કારણે રૂમનો આખો લુક બદલાઇ જાય છે. વરસાદની સિઝનમાં રૂમને સજાવવા માટે લોકો જાતજાતના પ્રયત્નો કરતા હોય છે. આમ, તમારા ઘરમાં ભેજ વધારે આવે છે તો આ ટિપ્સ તમારા માટે બેસ્ટ છે. તમે આ ટિપ્સથી ઘર ડેકોરેટ કરશો તો લોકો જોતા રહી જશે. આ સજાવટથી સીલિંગ પણ મસ્ત લાગશે. તો જાણો યુનિક આઇડિયા વિશે..

દિવાલો સજાવવા માટેની સરળ ટિપ્સ
વોલ ડિકલ્સ
દિવાલોમાં ભેજ વધારે આવે છે તો વોલ ડિકલ્સ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. તમે દિવાલમાં પડેલી તિરાડને છુપાવવા ઇચ્છો છો તો વોલ ડિકલ્સ એટલે કે વોલ સ્ટીકર્સનો તમે ઉપયોગ કરી શકો છો. આ વોલ ટેટૂની જેમ કાર કરે છે. વોલ ડિકલ્સથી દિવાલનો લુક બદલાઇ જાય છે અને ફેશનની દ્રષ્ટિએ પણ લોકોને પસંદ પડે છે.
ટેક્સચરથી કવર કરો
જૂની અને ભેજ વાળી દિવાલને તમે ટેક્સચરથી કવર કરી શકો છો. આ એક સસ્તો અને સારો ઓપ્શન છે. આ દરેક લોકોના બજેટમાં આવી જાય છે. ટેક્સચરથી તમે ઘરનો લુક બદલી શકો છો. આ સિવાય તમે સીલિંગની જગ્યામાં વોલ પેપરનો ઉપયોગ પણ કરી શકો છો.
મિરર અને વોલ હેગિંગ
દિવાલ બહુ ખરાબ થઇ ગઇ છે તો તમે મિરર અને વોલ હેગિંગનો ઉપયોગ કરી શકો છો. વોલ હેગિંગ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. જો કે આ થોડુ મોંઘુ પડે છે, પરંતુ ઘરનો લુક આખો બદલાઇ જાય છે. વોલ હેગિંગથી દિવાલનો લુક આખો બદલાઇ જાય છે.
ખાલી ફ્રેમ
દિવાલ બહુ જૂની થઇ ગઇ છે અને તમે અલગ લુક આપવાનું વિચારી રહ્યા છો તો ખાલી ફ્રેમનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ટેક્સચર પછી તમે ખાલી ફ્રેમથી દિવાલને ડેકોરેટ કરી શકો છો. ખાલી ફ્રેમ હાલમાં ટ્રેન્ડમાં છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. GujjuFanclub.com આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)