gujjufanclub.com

Logo

Gujjufanclub.com

Spread the love

Kisan Parivahan Yojana 2024: ખેતી એ ભારતનો આધારસ્તંભ છે, અને ખેડૂતો આપણા અન્નદાતા છે. તેમની મહેનત અને પરિશ્રમથી આપણા ઘર સુધી અન્ન પહોંચે છે. ખેડૂતોની આ મહેનતને સરળ બનાવવા અને તેમને આર્થિક રીતે મજબૂત કરવા સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે “કિસાન પરિવહન યોજના.” આ યોજના અંતર્ગત ખેડૂતોને વાહન ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.

Kisan Parivahan Yojana

યોજનાની વિગતવાર માહિતી

કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટરનો ઉપયોગ કરતાં હોય છે તેમજ ઓછી જણસ હોય તે સંજોગોમાં ભાડુતી અન્ય ગુડ્ઝ કેરેઝ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારમાં પહોંચાડતા હોય છે. ઘણી વખત પરિવહન માટે વાહન ઉપલબ્ધ ન હોય ત્યરે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ, કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના અને રાજ્યના ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન વસાવી શકે તે હેતુથી સને ૨૦૨૦-૨૧થી રાજ્યના ખેડૂતોને મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના શરૂ કરેલ છે. ૧૦૦% રાજ્ય પુરસ્કૃત યોજના છે.

યોજનાનો લાભ મેળવવા માટેની પુર્વ જરૂરીયાત

રાજયનો કોઇ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઇ શકે છે.
પાંચ વર્ષમાં એક વખત ખાતાદીઠ સહાય લઇ શકે છે.
ખાતા દ્વારા એમ્પેનલ થયેલ કંપનીનું એમ્પેનલ થયેલ મોડલ ખરીદીવાનું રહે છે.

યોજનાના લાભ

યોજના હેઠળ નીચે મુજબ સહાય આપવામાં આવે છે.
કેટેગરી ૧): નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને : કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે
કેટેગરી ૨): સામાન્ય/ અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે

યોજનાનો લાભ લેવાની પધ્ધતિ

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે.
ખેડૂત ખાતેદાર યોજનાકીય ઠરાવને આધીન સરકારશ્રીના ઠરાવને આધીન આ યોજનાનો લાભ લઇ શકે છે.
આ યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Contacts.aspx) ઉપર ઉપલબ્ધ છે.

અરજી પત્રકનો નમુનો/ ઠરાવ

અરજી: આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર ઓન લાઇન અરજી કરવની રહે છે
ઠરાવ: ખેતી નિયામકની કચેરી, ગુજરાત રાજ્યની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે (https://dag.gujarat.gov.in/government-resolutions-guj.htm)
આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે.
આ યોજનાની વધુ માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે.
આ યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Contacts.aspx) ઉપર ઉપલબ્ધ છે.

યોજનાની વિશેષતાઓ:

સબસીડી યોજના અંતર્ગત ખેડૂતોને વાહનની કિંમત પર ₹75,000 સુધીની સબસીડી મળી શકે છે.
પાત્રતા આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત પાસે જમીન હોવી જરૂરી છે.
વાહન આ યોજના અંતર્ગત ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, અને ફોર-વ્હીલર જેવા વિવિધ પ્રકારના વાહનો ખરીદી શકાય છે.
અરજી પ્રક્રિયા આ યોજના માટે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકાય છે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

  • આધાર કાર્ડ
  • જમીનના દસ્તાવેજો
  • બેંક ખાતાની વિગતો
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજો

અરજી કરવાની રીત:

  1. સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  2. “કિસાન પરિવહન યોજના” વિભાગમાં જાઓ.
  3. અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને તેને યોગ્ય માહિતી સાથે ભરો.
  4. જરૂરી દસ્તાવેજોની નકલો અરજી ફોર્મ સાથે જોડો.
  5. અરજી ફોર્મ અને દસ્તાવેજો નજીકની કૃષિ વિભાગની કચેરીમાં જમા કરાવો.

“કિસાન પરિવહન યોજના” (Kisan Parivahan Yojana 2024) એ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને પોતાનું વાહન ખરીદવામાં આર્થિક મદદ મળે છે, જેનાથી તેમની ખેતીવાડી સરળ બને છે અને તેમની આવકમાં વધારો થાય છે.


Spread the love

Leave a Reply