gujjufanclub.com

Logo

Gujjufanclub.com

Spread the love

Post Office Gram Suraksha Yojana: જો તમે પણ ઓછા જોખમ વાળી રોકાણની સ્કીમ શોધી રહ્યા છો તો પોસ્ટ ઑફિસ તરફથી આપવામાં આવતી ગ્રામ સુરક્ષા (Gram Suraksha Yojana) યોજના એક આવો જ વિકલ્પ છે.

Post Office Gram Suraksha Yojana: પોસ્ટ ઑફિસ ગ્રામ સુરક્ષા યોજના મારફતે તમે મોટું ભંડોળ એકઠું કરી શકો છો. પોસ્ટ ઑફિસ (Post office)ની આ યોજનામાં દરરોજ નજીવી રકમનું રોકાણ કરીને મોટો ફાયદો મેળવી શકાય છે. જો આ યોજનામાં તમે દરરોજ 50 રૂપિયા લેખે એટલે કે મહિને 1,500 રૂપિયાનું રોકાણ (Investment) કરશો તો પાકતી મુદતે તમને મોટી રકમ મળશે. આ સ્કીમમાં તમે એક નિશ્ચિત સમય બાદ 35 લાખ રૂપિયા મેળવી શકો છો. જો કોઈ વ્યક્તિ સુરક્ષા (Secure investment)ની સાથે સાથે સારું રિટર્ન ઇચ્છે છે તો તેના માટે આ સ્કીમ ફાયદાનો સોદો છે. આ સ્કીમ વિશે વધુ માહિતી મેળવીએ.

સુરક્ષિત રોકાણ

અનેક રોકાણકારો ઓછા રિટર્ન સાથેની સુરક્ષિત યોજનાઓમાં પૈસા રોકવાનું પસંદ કરે છે. આ સ્કીમોમાં પૈસા ડૂબી જવાનું જોખમ રહેતું નથી. જો તમે પણ ઓછા જોખમ વાળી રોકાણની સ્કીમ શોધી રહ્યા છો તો પોસ્ટ ઑફિસ તરફથી આપવામાં આવતી ગ્રામ સુરક્ષા (Gram Suraksha Yojana) યોજના એક આવો જ વિકલ્પ છે, જેમાં ઓછા જોખમે વધારે સારું વળતર મળી શકે છે. ગ્રામ સુરક્ષા યોજના અંતર્ગત બોનસ (Bonus) સાથે નિશ્ચિત રકમ 80 વર્ષની ઉંમરે અથવા મૃત્યુની સ્થિતિમાં કાયદેસરના વારસને મળે છે.

● 19થી 55 વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ કે જે ભારતીય નાગરિક હોય તે આ વીમા યોજના શરૂ કરી શકે છે. આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછી 10,000 વીમા રકમથી લઈને 10 લાખ રૂપિયા સુધીનો વીમો લઈ શકાય છે.

● આ યોજનામાં પ્રીમિયમની ચૂકવણી માસિક, ત્રિમાસિક, અર્ધ વાર્ષિક કે વાર્ષિક રીતે કરી શકાય છે.

● ગ્રાહકોને પ્રીમિયમની ચૂકવણી માટે 30 દિવસનો ગ્રેસ ટાઈમ મળે છે. પોલિસીની મુદત દરમિયાન ચૂકની સ્થિતિમાં ગ્રાહકો પોલિસીને ફરીથી શરૂ કરવા માટે બાકી પ્રીમિયમની ચૂકવણી કરી શકે છે.

લોનની સુવિધા

આ વીમા યોજના લોનની સુવિધા સાથે આવે છે. લોનનો લાભ પોલિસી શરૂ થયાના ચાર વર્ષ બાદ લઈ શકાય છે. ગ્રાહકો પાસે ત્રણ વર્ષ બાદ પોલિસી સરેન્ડર કરવાનો વિકલ્પ હોય છે. જોકે, આવી સ્થિતિમાં પોલિસીધારકને અનેક લાભ પ્રાપ્ત નહીં થાય. આ પોલિસીનું સૌથી મોટું આકર્ષણ પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતું બોનસ છે. છેલ્લું જાહેર થયેલું બોનસ પ્રતિ વર્ષ 65 રૂપિયા પ્રતિ 1,000 ચૂકવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

પાકતી મુદતે મળતા ફાયદા

જો કોઈ વ્યક્તિ 19 વર્ષની ઉંમરમાં 10 લાખની ગ્રામ સુરક્ષા ખરીદે છે તો 55 વર્ષ માટે માસિક પ્રીમિયમ 1,515 રૂપિયા, 58 વર્ષ માટે 1,463 રૂપિયા અને 60 વર્ષ માટે 1,411 રૂપિયા હશે. પોલિસી ખરીદનારે 55 વર્ષ માટે 31.60 લાખ રૂપિયા, 58 વર્ષ માટે 33.40 લાખ રૂપિયાનો મેચ્યુરિટી લાભ મળશે. 60 વર્ષ માટે મેચ્યુરિટી લાભ 34.60 લાખ રૂપિયા હશે.

અહીં મેળવો સંપૂર્ણ જાણકારી

આ સ્કીમ વિશે વધુ માહિતી માટે તમે તમારા વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો. ગ્રાહકો ટોલ ફ્રી નંબર 1800 180 5232/155232 અથવા અધિકૃત વેબસાઈટ www.postallifeinsurance.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે.


Spread the love

Leave a Reply