gujjufanclub.com

Spread the love

જો તમે પણ સુરક્ષિત રોકાણ કરવા માંગો છો, તો જાણો પોસ્ટ ઓફિસની આ સ્કીમ્સ વિષે વિગતવાર

Post office
  • પોસ્ટ ઓફિસની અમુક સ્કીમ્સ છે અત્યંત લાભદાયી 
  • અમુક જ વર્ષોમાં તમારા પૈસા થઇ જશે ડબલ 
  • કરી શકાય છે સુરક્ષિત રોકાણ 

જો તમે પણ સુરક્ષિત રોકાણનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આજે અમે અહી તમને ઘણી એવી યોજનાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમારા પૈસા થોડા વર્ષોમાં ડબલ થઇ જશે. પોસ્ટ ઓફિસની યોજનાઓમાં તમારા પૈસા સુરક્ષિત રહે છે એટલે કે અહી તમારા પૈસા ડૂબશે નહી. પોસ્ટ ઓફિસની ઘણી એવી બચત યોજનાઓ છે, જેમાં તમે જો પૈસાનું રોકાણ કરો છો, તો જલ્દી જ તમારા પૈસા ડબલ થઇ જશે. આવો જાણીએ કઈ સ્કીમમાં કેટલો લાભ મળશે. 

પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટીફિકેટ 
પોસ્ટ ઓફિસનાં નેશનલ સેવિંગ સર્ટીફિકેટ પર આ સમયે 6.8 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ એક વર્ષીય બચત યોજના છે, જેમાં રોકાણ કરીને ઇનકમ ટેક્સની બચત પણ કરી શકાય છે. આ વ્યાજ દરથી જો પૈસા રોકવામાં આવે, તો લગભગ 10.59 વર્ષમાં તમારા પૈસા ડબલ થઇ જશે. 

પોસ્ટ ઓફિસ સુકન્યા સમૃદ્ધિ ખાતું 
પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ ખાતા સ્કીમ પર આ સમયે સૌથી વધારે 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. છોકરીઓ માટેની આ સ્કીમમાં પૈસા ડબલ થવામાં લગભગ 9.47 વર્ષનો સમય લાગે છે. 

પોસ્ટ ઓફિસની સિનીયર સીટીઝન સ્કીમ 
પોસ્ટ ઓફિસની સિનીયર સીટીઝન સેવિંગ સ્કીમ આ સમયે 7.4 ટકાનું વ્યાજ આપી રહી છે. તમારા પૈસા આ સ્કીમમાં લગભગ 9.૭૩ વર્ષમાં ડબલ થઇ જશે. 

પીપીએફથી થશે લાભ 
પોસ્ટ ઓફિસની 15 વર્ષની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર આ સમયે 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે, એટલે કે આ રેટ પર તમારા પૈસા ડબલ થવામાં લગભગ 10.14 વર્ષ લાગશે. 

મંથલી ઇનકમ સ્કીમ 
પોસ્ટ ઓફિસની મંથલી ઇનકમ સ્કીમ પર આ સમયે 6.6 ટકાનું વ્યાજ મળી રહ્યું છે, આ વ્યાજ દરથી જો રોકાણ કરવામાં આવે તો લગભગ 10.91 વર્ષમાં તમારા પૈસા ડબલ થઇ જશે. 

પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક અકાઉન્ટ 
પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક અકાઉન્ટમાં જો તમે તમારા પૈસા રોકો છો, તો પૈસા ડબલ થવા માટે લાંબી રાહ જોવી પડી શકે છે કેમકે તેમાં 4.0 ટકા જ વ્યાજ મળે છે, એટલે તમારા પૈસા 18 વર્ષમાં ડબલ થશે. 

રિકરિંગ ડિપોઝીટ 
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ પર તમને 5.8 ટકા વ્યાજ આપવામાં આવે છે, આવામાં વ્યાજ દરથી જો પૈસા રોકવામાં આવે, તો લગભગ 12.41 વર્ષમાં પૈસા ડબલ થશે. 

ટાઈમ ડિપોઝીટ 
પોસ્ટ ઓફિસની 1 વર્ષથી લઈને  વર્ષ સુધીની ટાઈમ ડિપોઝીટ પર 5.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. જો તમે આમાં રોકાણ કરો છો તો તમારા પૈસા લગભગ 13 વર્ષમાં ડબલ થશે. આ જ પ્રકારે૫ વર્ષનાં ટાઈમ ડિપોઝીટ પર તમને 6.7 ટકા વ્યાજ મળશે. આ વ્યાજ દરથી જો પૈસા રોકવામાં આવે, તો તમારા પૈસા લગભગ 10.75 વર્ષમાં ડબલ થશે. 


Spread the love

Leave a Reply