108 Citizen Mobile app : ગુજરાત સરકાર ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે અવનવી એપ્લિકેશન અને પોર્ટલ અવારનવાર લોન્ચ કરતા હોય છે. ત્યારે તાજેતરમાં જ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે 108 citizen mobile app ને ગુજરાતની જનતાની સુખાકારી અને આરોગ્ય સેવાઓ સરળતાથી, સહેલી રીતે અને ખૂબજ ઝડપી ડિજિટલ માધ્યમથી મળી રહે તે માટે 108 Citizen Mobile App જાહેર જનતા માટે ખુલ્લી મૂકી હતી. ગુજરાત સરકારે ફરી એકવાર ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે 108 Citizen Mobile App લોન્ચ કરી છે.
108 Citizen Mobile app
ખૂબ જ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા આરોગ્ય સભર સારવારો પૂરી પાડવા અને ટેકનોલોજીના માધ્યમથી ત્વરિત અને ગુણવત્તા સભર સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે 108 સિટીઝન મોબાઈલ એપ લોન્ચ કરી છે. જે અંતર્ગત વિવિધ મોડ્યુલ્સ કાર્યરત કરવામાં આવેલ છે.
108 citizen mobile app નાં ફાયદા
આ 108 સિટિઝન મોબાઈલ એપના ફાયદાની વાત કરીએ તો
- ખૂબ જ ઓછા સમયમાં દર્દીને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડી અને યોગ્ય સારવાર આપવામાં તે મદદરૂપ થશે.
- આ ઉપરાંત આ એપ્લિકેશનની મદદ વડે ખાનગી હોસ્પિટલો, બ્લડ બેન્ક,તેમજ બાલ શાખા હોસ્પિટલોની માહિતી સરળતાથી મેળવી શકાશે.
- 108 Citizen Mobile App ને વિવિધ ત્રણ ભાષાઓ જેમકે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ કરવામાં આવશે.
- આ એપ્લિકેશન વડે તમે કોઈપણ સ્થળે ફોન કોલ કર્યા વગર જ 108 ને બોલાવી શકશો.
- હાલ આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને ઓએસ બંને વર્ઝનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
- આ ઉપરાંત કોલ કરનાર વ્યક્તિને કોઈપણ ઘટના સ્થળ પર આવી રહેલ 108 પહોંચવાનો અંદાજિત સમય પણ આ એપ્લિકેશન વડે માલુમ પળી શકશે
- લાઈવ ટ્રેકિંગ પણ કરી શકાશે.
- આ ઉપરાંત કમાંડ અને કંટ્રોલ સેન્ટરને કોઈ મોટી દુર્ઘટનાની જાણ કરવા માટે તમે સ્થળના ફોટોગ્રાફ્સ પણ આ મોબાઇલ એપ્લિકેશન વડે મોકલી શકો છો. કમાન અને કંટ્રોલ પરિસ્થિતિની ગંભીરતા નક્કી કરી એક કરતાં વધારે એમ્બ્યુલન્સની જરૂરિયાત પડ્યે વધારે એમ્બ્યુલન્સ પણ મોકલી શકશે.
- કોલ કરનાર વ્યક્તિ અને ધટના સ્થળની માહિતી મેળવવામાં વ્યતિત થતા સમયનો બચાવ થશે.
- નજીકની ઉપલબ્ધ સરકારી અને ખાનગી હોસ્પિટલોની માહિતી અને ઘટના સ્થળથી હોસ્પિટલ સુધી જવાનો રસ્તો પણ ગુગલ-મેપમાં નેવિગેટ દ્વારા આપમેળે જ મળી શકશે.
Application અહીંથી ડાઉનલોડ કરો : 108 Gujarat
source : Gkjob.in