gujjufanclub.com

Spread the love

lpg gas subsidy check gujarati ma:દેશભરમાં રાંધણ ગેસની વધતી કિંમતોથી સામાન્ય જનતા ઘણી પરેશાન છે. કેન્દ્ર સરકાર તરફ સામાન્ય જનતાને સબસીડીની સુવિધા આપવામાં આવે છે. દેશના અનેક રાજ્યોમાં ગ્રાહકોને અલગ અલગ સબસીડી આપવામાં આવે છે. જે લોકોની વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી ઉપર છે. તેમને સબસીડીની સુવિધા આપવામાં આવતી નથી. સબસીડી ગેસના એક સિલિન્ડર પર ગ્રાહકોની 153.86 રૂપિયા આપવામાં આવે છે. જેને કેન્દ્રીય સરકાર વધારીને 291.48 રૂપિયા કરી દીધા છે. બીજી તરફ પીએમ ઉજ્વલા યોજના હેઠળ પહેલા 174.86 રૂપિયા સબસીડી આપવામાં આવતી હતી. જેને વધારીને 312.48 રૂપિયા કરી દેવામાં આવી છે.

એલપીજી ગેસ સબસીડી યોજના માટે પાત્રતા lpg gas subsidy check gujarati ma

  • એલપીજી સબસીડી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય આર્થિક પછાત વર્ગના લોકોને સુવિધા આપવામાં આવે છે.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, વનવાસીઓ, ટાપુ અને નદી ટાપુમાં રહેતા લોકોને સુવિધા આપવામાં આવે છે..
  • અરજદારની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ.
  • એક જ ઘરમાં અન્ય કોઈ એલપીજી કનેક્શન ન હોવું જોઈએ.

એલપીજી ગેસ સબસીડી યોજના માટે જરૂરી દસ્તાવેજ lpg gas subsidy check gujarati ma

  • આધાર કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • બેન્ક એકાઉન્ટ ની વિગત
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

એલપીજી ગેસ સબસીડી બેંક ખાતામાં આવી કે નહીં એ ચેક કરવા માટે શું કરવું?

  • સૌપ્રથમ તમારી બ્રાઉઝરમાં વેબસાઈટ www.mylpg.in લોગીન કરવું પડશે.
  • વેબ પેજમાં ઉપર જમણી બાજુએ ગેસ કંપનીઓના નામ પરથી તમારી સેવા આપનાર કંપનીનું નામ પસંદ કરો.
  • હવે તમને એલપીજી આઈડી પૂછવામાં આવશે તે એન્ટર કરો પછી તમારો રજીસ્ટર મોબાઇલ નંબર અને વર્તમાન નાણાકીય વર્ષ પસંદ કરો.
  • આ સ્ટેપ બાદ તમારી સબસીડી ની તમામ વિગતો તમારી સ્કિન ઉપર દેખાશે.
  • આ વિગતમાં દર મહિને તમારા ખાતામાં મોકલવામાં આવતી સબસીડી ની રકમ ની વિગતો સામેલ છે.
  • જો સબસીડીની રકમ તમારા ખાતામાં આવતી નથી તો તમને તરત જ ફીડબેક બટન ને ક્લિક કરીને તમારી ફરિયાદ કરી શકો છો.

ભારત સરકાર દ્વારા એલપીજી ગેસ માં આપવામાં આવતી સબસીડી

  • ભારત સરકાર દ્વારા સબસીડી ગેસના એક સિલિન્ડર પર ગ્રાહકોની 153.86 રૂપિયા આપવામાં આવે છે જેને કેન્દ્રીય સરકારી વધારીને 291.48 રૂપિયા કરી દીધા છે. બીજી તરફ પીએમ ઉજ્વલા યોજના હેઠળ પહેલા 174.86 રૂપિયા સબસીડી આપવામાં આવતી હતી. જેને વધારીને 312.48 રૂપિયા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત નવા કનેક્શન માટે નીચે પ્રમાણે સબસીડી આપવામાં આવે છે.
  • કનેક્શન માટે  14.2 કિલોગ્રામ સિલિન્ડર માટે રૂપિયા 2200, 5 કિલો ના સિલિન્ડર માટે ₹1300 રોકડ સહાય આવરી લે છે.
  • સિક્યુરિટી ડિપોઝિટ માટે  14.2 કિલોગ્રામ સિલિન્ડર માટે 1850 રૂપિયા,
  • 5 કિલો ના સિલિન્ડર માટે 950 રૂપિયા,
  • પ્રેશર રેગ્યુલેટર 150 રૂપિયા,
  • એલપીજી વોસ 100 રૂપિયા,
  • ડોમેસ્ટિક ગેસ કન્ઝ્યુમર કાર્ડ 25 રૂપિયા,
  • નિરીક્ષણ ઇન્સ્ટોલેશન શુલ્ક 75 રૂપિયા.
  • વધુમાં તમામ લાભાર્થીઓને પ્રથમ એલપીજી લિફ્ટ અને સ્ટવ બંને મફતમાં આપવામાં આવશે અને સાથે સાથે ઓઇલ માર્કેટિંગ કંપની દ્વારા તેમના ડિપોઝિટ ફી કનેક્શન પણ આપવામાં આવશે.

એલપીજી ગેસ સબસીડી ન આવવાનું કારણ lpg gas subsidy check gujarati ma

  •  સબસીડી ન આવવાનું કારણ એલપીજી આઇડી નું એકાઉન્ટ નંબર સાથે જોડાણ ન હોવું હોઈ શકે છે.
  • તેના માટે તમે પોતાના નજીકના ડિસ્ટ્રીબ્યુટર નો સંપર્ક કરો અને પોતાની સમસ્યા તેને જણાવો.
  • આ ઉપરાંત ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ તમે પોતાની ફરિયાદ નોંધાવી શકો છો.

આધારકાર્ડ સાથે કેવી રીતે લિંક કરાય? lpg gas subsidy check gujarati ma

  • જો તમે ઇન્ડિયન ઇન્ડિયન ગેસના ગ્રાહક છો તો આપને પોતાના રજીસ્ટર મોબાઇલ નંબરથી એસએમએસ મોકલીને લિંક કરી શકાય છે.
  • તેના માટે આપને પોતાના મેસેજ બોક્સમાં <IOC> ટેપ ટાઈપ કરવાનું છે. પછી એજન્સીના ટોલ ફ્રી નંબરનો એસટીડી કોડ અને ગ્રાહક સંખ્યા ટાઈપ કરીને કસ્ટમર કેરમાં મોકલી દો.
  • એકવાર આપનો મોબાઈલ નંબર રજીસ્ટર થઈ જાય તો યુઆઇડી આધાર નંબર ટાઈપ કરીને એજન્સીના નંબરમાં આપો.
  • તેનાથી પણ આપનો આધાર નંબર ગેસ કનેક્શન સાથે લીંક થઈ જશે જેવું લીંક થઈ જશે તો આપને એક કન્ફર્મેશન નો નંબર આવશે.

Spread the love

Leave a Reply