gujjufanclub.com

Logo

Gujjufanclub.com

Spread the love

પેટીએમ, ફોનપે કે ગૂગલ પે દ્વારા શોપિંગ કર્યા બાદ તમે ચૂકવણી તો કરી જ શકો છો, પરંતુ વ્હોટ્સએપમાં પણ હવે તમને આ ફીચર મળી રહ્યું છે. વ્હોટ્સએપ (WhatsApp Payments) માત્ર આ ફીચર જ નથી આપી રહ્યું, પરંતુ ઘણી ઓફર્સ પણ લઈને આવ્યું છે. આ ઓફર્સ ગ્રાહકોને વધુ લાભ આપવા માટે છે. જો તમે વ્હોટ્સએપ દ્વારા પેમેન્ટ કરો છો તો પછી તમને શાનદાર કેશબેક (WhatsApp Cashback) મળશે. હવે આ માટે તમારે આ નાનકડું કામ કરવું પડશે. ડિજિટલ પેમેન્ટ સર્વિસને પ્રોત્સાહન આપવા માટે વ્હોટ્સએપ અલગ-અલગ કેશબેક સ્કીમ લઈને આવ્યું છે. આ માટે જો તમે ત્રણ અલગ-અલગ કોન્ટેક્ટ સાથે પેમેન્ટ કરશો તો તમને કેશબેક મળશે. આ એપથી તમે પહેલાં ત્રણ પેમેન્ટ પર તમને કેશબેક મળી શકે છે. વ્હોટ્સએપના માધ્યમથી યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ દ્વારા પૈસા મોકલવા પર ત્રણ અલગ-અલગ કોન્ટેક્ટને કેશબેક મળી રહ્યું છે. દરેક વખતે કેશબેક 11 રૂપિયા છે. આ રીતે ત્રણ વાર કરીને તમે 33 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો, પરંતુ કંપનીએ તેના માટે એક શરત રાખી છે.

33 રૂપિયાનું કેશબેક જીતવાની તક
કંપનીના જણાવ્યા મુજબ આ કેશબેકનો બેનિફિટ માત્ર એ જ યૂઝર્સને મળશે, જેમને પોતાના વ્હોટ્સએપમાં બેનર કે ગિફ્ટ આઇકોન જોવા મળશે. જો તમારા વ્હોટ્સએપ પર આવું દેખાય છે તો તમે કેશબેક માટે ક્લેમ કરી શકો છો. આ પેમેન્ટ પહેલાથી રજીસ્ટર્ડ 3 જુદા-જુદા સંપર્કોને મોકલવા પર પ્રાપ્ત થશે. આ કેશબેક QR કોડ પેમેન્ટ, પેમેન્ટ રિક્વેસ્ટ કે યુપીઆઈ આઈડીથી પેમેન્ટ કરવા પર મળશે નહીં. આ સિવાય અન્ય કોઇ ઓનલાઇન પેમેન્ટ એપમાં ટ્રાન્સફર કરવાથી પણ આ કેશબેક નહીં મળે.

4 કરોડ થયું વ્હોટ્સએપ યુઝર કૈપ
NPCI એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ વ્હોટ્સએપને વધારાના યુઝર્સ ઉમેરવાની મંજૂરી આપી છે. આ પહેલા ગત વર્ષે નવેમ્બરમાં યૂઝર લિમિટ 2 કરોડ હતી, જેને વધારીને 4 કરોડ કરી દેવામાં આવી છે. હવે NPCIએ વ્હોટ્સએપમાં વધારાના 6 કરોડ યુઝર્સ ઉમેરવાની મંજૂરી આપી દીધી છે. આ પછી હવે આ મર્યાદા 10 કરોડ રૂપિયા થઈ ગઈ છે. વર્ષ 2018માં વ્હોટ્સએપે 10 લાખ યુઝર્સ સાથે ભારતમાં ડિજિટલ પેમેન્ટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો.


Spread the love

Leave a Reply