આજે અમે તમને એક એવા અનોખા પ્રિન્ટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ખીસામાં ફીટ થઈ જશે. આની કિંમત પણ ઘણી ઓછી છે અને તમે તમારા સ્માર્ટફોનથી પણ કનેક્ટ કરીને ઉપયોગ કરી શકો છો.
આજે અમે તમને એક એવા અનોખા પ્રિન્ટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ખીસામાં ફીટ થઈ જશે. આની કિંમત પણ ઘણી ઓછી છે અને તમે તમારા સ્માર્ટફોનથી પણ કનેક્ટ કરીને ઉપયોગ કરી શકો છો.
ઘણીવાર આપણે જરૂરી દસ્તાવેજ અને તસવીરોની પ્રિન્ટઆઉટ કાઢવાની જરૂરિયાત ઊભી થાય છે અને સામાન્ય રીતે ઘર પર પ્રિન્ટર હોતા નથી. પ્રોફેશનલ પ્રિન્ટરને ખરીદવા માટે તમારે પાંચથી દસ હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. એવામાં, અમે તમને એક એવા પ્રિન્ટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ખીસામાં પણ રહી શકશે અને આ પ્રિન્ટરની કિંમત પણ ખૂબ ઓછી છે. તો આવો જાણીએ આ આધુનિક પ્રિન્ટર વિશે.
ખીસામાં રાખી શકાશે પ્રિન્ટર–
અમે અહીં Sanyipace Mini Pocket Wireless Bluetooth Printerની વાત કરી રહ્યા છીએ જેને તમે એમેઝોન પરથી ખરીદી શકશો. જેવું આનું નામ છે, આ પૉકેટ પ્રિન્ટર એટલું નાનુ છેકે તમારા ખીસામાં પણ રહી શકશે. જોવા પણ ખૂબ સુંદર છે અને તમે આરામથી ક્યાંય પણ લઈ જઈ શકો છો.
ખૂબ ઓછી કિંમત–
તમને જણાવી દઈએ કે Sanyipace Mini Pocket Wireless Bluetooth Printerની કિંમત માત્ર 4,599 રૂપિયા છે અને આ વખતે એમેઝોન પરથી 33% ડિસ્કાઉન્ટ સાથે તમે માત્ર 3,099 રૂપિયામાં ખરીદી શકો છો. આ ડીલમાં ઘણા સારી પાર્ટનર ઓફર, કેશબેક અને બેંક ઓફર પણ સામેલ છે.
સ્માર્ટફોન સાથે થઈ જશે કનેક્ટ–
જો તમે વિચારી રહ્યો છો કે આ પૉકેટ પ્રિન્ટર કામ કેવી રીતે કરે છે તો એ પણ અમે તમને જણાવી દઈએ કે તમે સહેલાયીથ બ્લૂટુથ મારફતે પોતાના સ્માર્ટફોનથી કનેક્ટ કરી શકો છો. iOS અને એન્ડ્રોઈડ, બંને પ્રકારના ડિવાઈસ પર કામ કરનારા આ પ્રિન્ટરમાં તમને વાયરલેસ બ્લૂટુથ 4.0નું કનેક્શન અને 10,000mAhની દમદાર બેટરી મળશે. આ પ્રિન્ટરનો ઉપયોગ કરવા માટે તમારે ‘iprint’ નામની એક મોબાઈલ એપ્લિકેશનને ડાઉનલોડ કરવી પડશે. આમાં થર્મલ પેપરનો લગાવવામાં આવે છે અને આનો ઉપયોગ ખૂબ જ સરળ છે.
તમે જ્યારે Sanyipace Mini Pocket Wireless Bluetooth Printerને ખરીદશો તો તમને પ્રિન્ટરની સાથે એક USB વાયર અને પ્રિન્ટર પેપરનો રોલ પણ મળશે.