gujjufanclub.com

Logo

Gujjufanclub.com

Spread the love

ગુજરાતના સુરત શહેરમાંથી આમતો ઘણા બધા એવા બનાવો સામે આવી રહ્યા છે જેમાં લોકો માનવતા મહેકાવતા હોય છે, સુરતમાં જયારે પણ બ્રેનડેડથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તરત જ તેના પરિવારજનો દ્વારા મૃતકનું અંગદાન કરવામાં આવે છે જેમાંથી બીજા ઘણા લોકોને નવું જીવન મળે છે. હાલ એવું પણ કહી શકીએ કે સુરતએ અંગદાન માટેનું એક મોટું હબ બની ગયું છે.

જણાવી દઈએ કે સુરત શહેરમાં કતારગામના રત્નકલાકારનો વ્યસાય કરનાર પૃથ્વીરાજ સિંહ ૧૫ જુનના રોજ જયારે દાંડી ફરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે દાંડીએ આવેલ સિલ્વર સ્ટોન વિલા નજીક તેઓની બાઈક સ્લીપ મારી ગઈ હતી જેથી પૃથ્વીરાજ સિંહને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી આથી તેઓને તરત જ સુરતની નવી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે પછી તેઓને આગળની સારવાર આપવા માટે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

એવામાં સીટી સ્કેન કરાવતા તબીબોએ જણાવ્યું હતું કે ઈજાગ્રસ્તના મગજમાં લોહી જામી ગયું છે આથી તેઓને ૧૭ જુનના રોજ બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જે પછી અંગદન કરાવડાવતી ટીમે પૃથ્વીરાજસિંહ ના ભાઈ જગતસિંહ ચૌહાણ, બનેવી કુલસંગભાઈ વાળા અને મિત્ર મિલનસિંહને અંગદાન વિશે સમજાવ્યું હતું જે પછી બધાએ થોડી ચર્ચા-વિમર્શ કર્યા બાદ તેઓ પૃથ્વીરાજસિંહના અંગદાન માટે તૈયાર થયા હતા.

મૃતકને બે બાળકો પણ હતા જે અનુક્રમે ધોરણ ૧૦ અને ધોરણ ૮માં અભ્યાસ કરતા હતા, એટલું જ નહી તેઓને એક પિતા અને પત્ની પણ છે. મૃતકના પરિવારજનોએ મૃતકનું કીડની, લીવર અને ચક્ષુઓ દાન કરીને માનવતા મહેકાવી હતી. હવે આ અંગો દ્વારા બીજા પાંચ લોકોના જીવ બચાવી શકાશે. કીડનીને નવસારીમાં ૧૮ વર્ષીય યુવતીને અને બીજી કીડની સુરતના રેહવાસી ૬૭ વર્ષીય વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.


Spread the love

Leave a Reply