gujjufanclub.com

Logo

Gujjufanclub.com

Spread the love

Google Maps

ભારતમાં આપણે કોઈ એક શહેરથી બીજા શહેર પોતાના વાહનમાં જવું હોય ત્યારે પેટ્રોલ-ડિઝલના સતત વધતા ભાવની સાથોસાથ તોતિંગ ટોલ ટેક્સ ચૂકવવાની પણ ચિંતા હોય છે! ગૂગલ મેપ એપ્સમાં આ ચિંતા થોડી હળવી થશે. ટોલ ટેક્સનો ખર્ચ તો આપણે જ ઉઠાવવાનો રહેશે પરંતુ મુસાફરી શરૂ કરતાં પહેલાં આપણે મેપ્સ એપ્સ ઓપન કરીને આપણી સંભવિત મુસાફરીનો રૂટ દર્શાવીશું એ સાથે સમગ્ર રૂટ પર કેટલા ટોલ ટેક્સ આવશે અને એ માટે આપણે કુલ કેટલી રકમ ચૂકવવાની થશે તેનો અંદાજ જાણી શકાશે.

આપણી ચિંતા થોડી હળવી કરવા માટે મેપ્સ એપ્સ આપણને ટોલ ટેક્સ વિનાના વૈકલ્પિક રૂટ પણ બતાવશે. આ ફીચર એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ માટે આ મહિને એટલે કે એપ્રિલ ૨૦૨૨માં જ રોલઆઉટ થઈ રહ્યું છે. શરૂઆતમાં ભારત, યુએસ, જાપાન અને ઇન્ડોનેશિયાના ૨૦૦૦ જેટલા ટોલ ટેક્સ ધરાવતા રસ્તાઓની માહિતી એપ્સમાં જોવા મળશે. આગામી સમયમાં વધુ દેશોમાં આ સુવિધા લોન્ચ થશે. 


Spread the love

Leave a Reply