વોટ્સએપ (WhatsApp) દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્સમાંથી એક છે. તાજેતરમાં જ વોટ્સએપના નવા અપડેટમાં એક ઘણા બધા કમાલના ફીચર્સને…
1. ગ્રુપ એડમિનને મળશે આ એક્સ્ટ્રા પાવર
વોટસએપ ગ્રુપના એડમિન્સ હવે ગ્રુપના કોઇપણ મેમ્બર્સના મેસેજને ડિલીટ કરી શકશે. આ પ્રકારે તે મેસેજ ગ્રુપમાં કોઇપણ જોઇ શકશે નહી.
2. વોટ્સએપનું ‘કમ્યૂનિટીઝ’ ફીચર
આ ફીચર વડે યૂઝર્સ પ્લેટફોર્મ પર એક ‘કમ્યૂનિટી’ બનાવી શકશે. જોકે આ ફીચર્સ અંતગર્ત ઘણા બધા વોટ્સએપ ગ્રુપ્સને એક ગ્રુપમાં સમ્મિલિત કરી શકાશે.
3. વોઇસ કોલ્સના મેમ્બર્સ
નવા અપડેટ સાથે એક નવું ફીચર પણ આવ્યું છે કે વોટ્સએપ વોઇસ કોલ્સમાં હવે એકસાથે 32 લોકોને જોડી શકાશે. તમને જણાવી દઇએ કે હાલ કોલ પર પાંચ જ લોકોને એડ કરી શકાય છે.
4. ફેસબુકનું આ નવું ફીચર મળશે વોટ્સએપ પર
ફેસબુક અને ઇંસ્ટાગ્રામની માફક હવે વોટ્સએપ યૂઝર્સ એપ પર આવનાર મેસેજ પર ઇમોજી વડે રીએક્ટ કરી શકશે એટલે કે જલદી જ વોટ્સએપ પર ઇમોજી રિએક્શનનું ફીચર આવવાનું છે.
5. આરામથી શેર કરી શકશો મોટી ફાઇલ્સ
વોટ્સએપ પર હવે તમે 2GB સુધીની સાઇઝની ફાઇલ્સને આરામથી મોકલી શકશો. આ ફીચર્સને યૂઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.