gujjufanclub.com

Logo

Gujjufanclub.com

Spread the love

Source: NEWS18GUJARATI

આ કામ ન કર્યું તો એકાઉન્ટ થઈ જશે સાફ

વાસ્તવમાં, જ્યારે તમે એટીએમમાંથી રૂપિયા નીકાળવા માટે જાઓ છો, તો તમારે પ્રક્રિયા માટે ઘણા બટન દબાવવા પડે છે. તમે તમારો પિન નાખો છો. આ પ્રક્રિયામાં તમારી આંગળીઓના નિશાન બટન પર રહી જાય છે, જેનાથી એટીએમમાંથી નીકળ્યા બાદ સ્કેમર્સ ટ્રેસ કરી લે છે.

Language

1. આંગળીઓના નિશાન તમને ઠગી શકે

આંગળીઓના નિશાન તમને ઠગી શકે

ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને નાણાકીય સ્વતંત્રતાના આ યુગમાં સાયબર ઠગ્સ પણ બે ડગલાં આગળ ચાલવા લાગ્યા છે. એવી એવી રીતે છેતરપિંડી કરવામાં આવે છે કે સાંભળીને જ ઝાટકો વાગે. હવે ફ્રોડસ્ટર્સે લોકોના રૂપિયા લૂટવા માટે એક નવી રીત નીકાળી છે. એટીએમમાંથી રૂપિયા નીકાળવા પર તમારી આંગળીઓના નિશાન તમને ઠગી શકે છે. જો તમે એટીએમમાંથી રૂપિયા નીકાળો છો, તો સાવધાન થઈ જાઓ, તમે પણ આ ઠગોનો નિશાનો બની શકો છો.

2 અજાણતા છેતરપિંડીનો શિકાર બની શકો

વાસ્તવમાં, જ્યારે તમે એટીએમમાંથી રૂપિયા નીકાળવા માટે જાઓ છો, તો તમારે પ્રક્રિયા માટે ઘણા બટન દબાવવા પડે છે. તમે તમારો પિન નાખો છો. આ પ્રક્રિયામાં તમારી આંગળીઓના નિશાન બટન પર રહી જાય છે, જેનાથી એટીએમમાંથી નીકળ્યા બાદ સ્કેમર્સ ટ્રેસ કરી લે છે, અને તેમને તમારો પિન ખબર પડી જાય છે. આ રીતે, તમે અજાણતા છેતરપિંડીનો શિકાર બનો છો.

3 સાઈબર જાગૃતતા દિવસ

યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાએ સાઈબર જાગૃતતા દિવસ પર આવા ફ્રોડને લઈને જાગૃતતા ફેલાવી હતી. બેંકે જણાવ્યું કે, તમે આવા ફ્રોડની વિરુદ્ધ સાવધાની અપનાવી શકો છો. તમારે એટીએમમાંથી રૂપિયા નીકાળતા સમયે બસ કેટલીક ટિપ્સ અપનાવવાની છે અને તમે સુરક્ષિત રહી શકશો.

4 રેન્ડમ નંબર દબાવી દો

સૌથી પહેલા તો તમે જ્યારે પણ એટીએમમાંથી રૂપિયા નીકાળવા માટે જાઓ, તો હંમેશા રૂપિયા નીકાળ્યા પછી કેટલાક રેન્ડમ નંબર દબાવી દો. જેનાથી એટીએમ મશીનમાં કેટલાક એવા નિશાન બની જશે. જેનો કોઈ જ અર્થ નહિ થાય. તેનાથી સ્કેમર્સને તમારો પિન નીકાળવામાં મુશ્કેલી થશે.

5 મશીન કે ઉપકરણ નથી તે ચકાસો

તમે જે એટીએમમાં રૂપિયા નીકાળવા માટે જાઓ, તેમાં ચેક કરી લો કે કોઈ મશીન કે ઉપકરણ તો લગાવવામાં નથી આવ્યું ને.

6 આવા એટીએમનો ઉપયોગ કરવાથી બચો

આવા એટીએમનો ઉપયોગ કરવાથી બચો, જેમાં સુરક્ષા માટે વીડિયો કેમેરો/CCTV કેમેરા ન હોય. તે પછી તે એટીએમ કોઈ સુરક્ષિત જગ્યા પર ન હોય.

7 હેલ્પલાઈન નંબર પર કોલ કરો

એટીએમ ફ્રોડ કે આવા જ કોઈ અન્ય સાઈબર ફ્રોડનો શિકાર થવાની સ્થિતિમાં તરત જ 1930 હેલ્પલાઈન નંબર પર કોલ કરો કે પછી cybercrime.gov.in પોર્ટલ પર ફરિયાદની નોંધણી કરાવો.

Join Telegram Channel

Spread the love

Leave a Reply