HMSI ભારતમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન સંચાલિત મોટરસાઇકલ લોન્ચ કરવા માટે TVS મોટર કંપની પછી બીજી બ્રાન્ડ બનવા માટે તૈયાર છે. TVS એ અગાઉ ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન સાથે Apache RTR 200 Fi E100 લોન્ચ કર્યું હતુ
નવી દિલ્હી. હોન્ડા (Honda Bike) મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ ગુરુવારે જણાવ્યું હતું કે, તે ફ્લેક્સ-ફ્યુઅલ કોમ્યુટર મોટરસાઇકલ પર કામ કરી રહી છે, જે ટૂંક સમયમાં દેશમાં લૉન્ચ કરવામાં આવશે. ભારતની બીજી સૌથી મોટી ટુ-વ્હીલર કંપની માટે આ એક મોટું પગલું હશે. હોન્ડા પહેલેથી જ બ્રાઝિલમાં ફ્લેક્સ-ફ્યુઅલ મોટરસાઇકલ વેચે છે. કંપની ભારતમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન સાથે એક અથવા વધુ કમ્યુટર બાઇક લોન્ચ કરી શકે છે, જે પેટ્રોલ અને ઇથેનોલ પર ચાલી શકશે.
HMSI ભારતમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન સંચાલિત મોટરસાઇકલ લોન્ચ કરવા માટે TVS મોટર કંપની પછી બીજી બ્રાન્ડ બનવા માટે તૈયાર છે. TVS એ અગાઉ ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન સાથે Apache RTR 200 Fi E100 લોન્ચ કર્યું હતું.
કંપની ભારતમાં ઘણા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર લાવશે
HMSI એ પણ કહ્યું છે કે તે ટુંક સમયમાં ભારતમાં અનેક ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર લાવશે. આ માટે હોન્ડા મોટર કંપની અન્ય સહાયક કંપનીઓની મદદથી તેને વિકસાવશે. કંપનીએ એમ પણ કહ્યું કે, તે હાલમાં ઇલેક્ટ્રિક વાહનનો અભ્યાસ કરી રહી છે. અને તેને લોન્ચ કરવા પર કામ કરી રહ્યા છે.
ફ્લેક્સ-ફ્યુઅલ બાઇકનું ભવિષ્ય વધુ સારું રહેશે
એચએમએસઆઈના એમડી અને પ્રેસિડેન્ટ અને સીઈઓ અત્સુશી ઓગાતાએ જણાવ્યું હતું કે, ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજી સાથેનું ભવિષ્ય બહુવિધ ઈલેક્ટ્રિક વાહનોની રજૂઆત સાથે આગળની રોમાંચક સફર ધરાવશે. ઓગાટાએ વધુમાં ઉમેર્યું હતું કે, “મજબૂત સ્વદેશી સમર્થન સાથે હોન્ડાની વૈશ્વિક નિપુણતાને એકસાથે લાવીને, HMSI ભારતમાં તેની છાપ વિસ્તારશે.”
હોન્ડાએ પ્રથમ બાઇક લોન્ચ કરી હતી
હોન્ડા એ પ્રથમ કંપની હતી જેણે વૈશ્વિક સ્તરે ફ્લેક્સ-ઇંધણ સંચાલિત બાઇક લોન્ચ કરી હતી. Honda CG150 Titan Mix એ વિશ્વની પ્રથમ ફ્લેક્સ-ફ્યુઅલ મોટરસાઇકલ હતી, જે 2009માં બ્રાઝિલમાં લૉન્ચ કરવામાં આવી હતી. આ બાઈક એક એવા એન્જિનથી સજ્જ છે, જે પેટ્રોલ અને ઈથેનોલના કોઈપણ મિશ્રણ પર ચાલી શકે છે. હોન્ડાએ બ્રાઝિલમાં NXR 150 Bros Mix અને BIZ 125 Flex જેવી ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન સંચાલિત મોટરસાઇકલ પણ લૉન્ચ કરી છે.
Published by: News18 Gujarati