gujjufanclub.com

Spread the love

આ અટવાડીએ બે નવા આઈપીઓ લોન્ચ થશે

IPO News : કેમ્પસ એક્ટિવવેર (campus activewear) અને રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેર (rainbow children medicare) બંને કંપનીઓના ઉત્પાદનો દૈનિક જીવનમાં ખૂબ ઉપયોગીતા ધરાવે છે. તેથી, બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે આ IPO રોકાણકારોને નિરાશ નહીં કરે

IPO News: આ અઠવાડિયે પ્રાઈમરી માર્કેટમાં બે કંપનીઓના ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) આવવા જઈ રહ્યા છે. કેમ્પસ એક્ટિવવેર (campus activewear) IPO 26 એપ્રિલે ખુલશે. તે 28 એપ્રિલ સુધી સબસ્કારઈબ કરી શકાશે. તો, 27 એપ્રિલે, રેઈનબો ચિલ્ડ્રન્સ મેડિકેર (rainbow children medicare) IPO ની એન્ટ્રી થશે. કેમ્પસ એક્ટિવવેરની ઈશ્યુ સાઈઝ રૂ. 1,400 કરોડ છે. જ્યારે, રેનબો ચિલ્ડ્રન મેડિકેરે IPO દ્વારા 1595 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

બંને કંપનીઓના ઉત્પાદનો દૈનિક જીવનમાં ખૂબ ઉપયોગીતા ધરાવે છે. તેથી, બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે આ IPO રોકાણકારોને નિરાશ નહીં કરે.

કેમ્પસ એક્ટિવવેર IPO

કેમ્પસ એક્ટિવવેર કેમ્પસ શૂઝ બ્રાન્ડ નામ હેઠળ સ્પોર્ટ્સ શૂઝનું ઉત્પાદન કરે છે. અને આ બ્રાન્ડ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. કેમ્પસ એક્ટિવવેરનો IPO 26 એપ્રિલે ખુલશે. તે 28 એપ્રિલ સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે. એન્કર રોકાણકારો માટે બિડ્સ 25 એપ્રિલે ખુલશે. કંપનીએ આ IPOની મદદથી 1400 કરોડ રૂપિયા એકત્ર કરવાનું કહ્યું છે. IPO માટે શેર દીઠ રૂ. 278-292ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. 51 શેર લોટમાં મૂકવામાં આવ્યા છે. એટલે કે, રોકાણકારોએ ઓછામાં ઓછા 15,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

આ IPO અંગે ગ્રે માર્કેટનો ટ્રેન્ડ ખૂબ જ સકારાત્મક જોવા મળી રહ્યો છે. શનિવારે કેમ્પસ IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) રૂ 53 હતું. ગ્રે માર્કેટ આ IPO રૂ.345ની આસપાસ લિસ્ટેડ થવાની અપેક્ષા રાખે છે.

બાળકોની હોસ્પિટલ મલ્ટી-સ્પેશિયાલિટી ચેઇન રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેરનો IPO, બુધવાર, 27 એપ્રિલના રોજ ખુલશે. રોકાણકારો 29 એપ્રિલ સુધી 1500 કરોડના આ IPOમાં સબ્સ્ક્રાઇબ કરી શકશે. 26 એપ્રિલે એન્કર ઇન્વેસ્ટર્સ માટે ઇશ્યૂ ખુલશે. આ ઈસ્યુ હેઠળ હાલના શેરધારકો પણ તેમના શેર વેચશે.

કંપનીએ IPO માટે શેર દીઠ રૂ. 516-542ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપની 10 મેના રોજ શેરબજારમાં લિસ્ટ થવાની યોજના ધરાવે છે. કંપની આ IPO દ્વારા રૂ. 280 કરોડના નવા ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે. અને 2.4 કરોડ ઇક્વિટી શેર માટે વેચાણ માટે ઓફર લાવશે.

ગ્રે માર્કેટમાં આ IPO પર પણ 50 રૂપિયાનું પ્રીમિયમ ચાલી રહ્યું છે. બજારને અપેક્ષા છે કે સ્ટોક 10 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થશે.


Spread the love

Leave a Reply