ઈલેક્ટ્રિક સ્કૂટરનું વજન માત્ર 5.5 કિલોગ્રામ છે
છેલ્લા કેટલાક વર્ષોમાં ઈલેક્ટ્રીક સ્કૂટરનો ટ્રેન્ડ વધ્યો છે. લોકો ક્લીન અને ગ્રીન મોબિલિટી તરફ આગળ વધી રહ્યા છે. એક સ્કૂટર તમારી મુસાફરીમાં સમય અને અંતર બંનેમાં કોઈને કોઈ પ્રકારે ઘટાડો કરે છે. જો સ્કૂટર એવું હોય કે જેમાં ઓઈલ પણ ભરાવવું ન પડે અને તેને પાર્ક કરવા માટે જગ્યા પણ શોધવી ન પડે તો મુસાફરી વધુ સરળ બની જાય છે. આવું જ એક પર્સનલ સ્કૂટર Poimo છે.
આ સ્કૂટર માટે ન તો પેટ્રોલની જરૂર પડશે કે ન તો પાર્કિંગ માટે જગ્યા શોધવી પડશે. આ ઈલેક્ટ્રિક સ્કૂટરને તમે તમારા બેગમાં પણ રાખી શકો છે. Poimoનું ઈલેક્ટ્રિક સ્કૂટર સોફ્ટ રોબોટિક્સ અને ઈલેક્ટ્રિક પર્સનલ મોબિલિટીનું જ મિશ્રણ છે.
આ ઈલેક્ટ્રિક સ્કૂટરની ખાસ વાતો
Poimoના ઈલેક્ટ્રિક સ્કૂટરનું વજન માત્ર 5.5 કિલોગ્રામ છે. જેમાં સોફ્ટ રોબોટિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેના કારણે પ્રોડક્ટ સોફ્ટ, સેફ અને લાઈટવેવ બની શકી છે. એક સિંગલ યૂઝર માટે તે ખૂબ જ ઉપયોગી છે. આ આખા સ્કૂટરનું વજન ઘટાડવા માટે કંપનીએ વાયરલેસ પાવર સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. સ્કૂટર પર એક વ્યક્તિ સરળતાથી બેસીને તેને ચલાવી શકે છે.
આ સ્કૂટરની બોડીને થર્મોપ્લાસ્ટિક polyurethaneથી તૈયાર કરવામાં આવ્યું છે. આ એ મટિરિયલ છે જેનો ઉપયોગ એરબેડમાં કરવામાં આવે છે. તેમાં ફ્રન્ટ અને રિયલ વીલ, બેટરી, ઈલેક્ટ્રિક મોટર, હેન્ડલબાર અને વાયરલેસ કંટ્રોલર પણ આપવામાં આવ્યા છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ સ્કૂટરને સંપૂર્ણરીતે તૈયાર થવામાં લગભગ 5 મિનિટનો સમય લાગે છે. આ એક inflatable ઈલેક્ટ્રીક સ્કૂટર છે જેને Mercari R4D ડેવલપ કરી રહી છે.
આ સ્કૂટરને ચલાવવા પહેલા તેમાં હવા ભરવી પડે છે અને પછી તેના પર સવારી કરી શકાય છે. તેમાં પાછળના ભાગે એક વોલ્વ આપવામાં આવ્યો છે જ્યાંથી હવા કાઠી શકાય છે અને તેને બેગમાં પણ રાખી શકાય છે.