Kitchen Food: રસોડામાં રહેલી આ 5 વસ્તુ ક્યારેય એક્સપાયરી થતી નથી: હાલ બધા લોકો કોઈ પણ ચીજ વસ્તુ બજાર માથી ખરીદે છે ત્યારે તેમાં રહેલી એક્સપાયરી ડેટ ને જોઈ ને ખરીદી કરે છે. આ એક સારી બાબત છે. ઘણી વખત એક્સપાયરી દેતવાળી વસ્તુ ખરીદી લીધા બાદ તે વસ્તુ સ્વાસ્થ્ય માટે નુકશાન કરતાં નીવળે છે. જેથી ચીજ વસ્તુ ની તારીખ જોઈને લેવી જોઈએ. પરંતુ અમે અહી તમને કેટલીક એવી Kichen Food એટલે કે રસોડામાં રહેલી ચીજ વસ્તુ વિશે જણાવી રહ્યા છીએ કે જે ક્યારેય એક્સપાયર થતી નથી. આ Kichen Food ની 5 ચીજ વસ્તુ આપણે નીચે મુજબ વિગતે જોઈએ.
Kitchen Food વિશે
કોરોના સમય દરમિયાન દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગ્રત થયા છે. આવી સ્થિતિમાં, કોઈપણ ખાવા પીવાની ચીજ વસ્તુ ખરીદતા પહેલા લોકો તેની Expiry Date અને ઉત્પાદન વગેરે જુએ છે. પરંતુ આવી સ્થિતિમાં અમે તમને જણાવી દઈએ કે આપણા રસોડામાં ઘણી એવી ચીજ વસ્તુઓ છે જે ક્યારેય Expiry થતી નથી. આવો જોઈએ આ 5 વસ્તુ વિશે નીચે મુજબ.
1. કોફી
આ Kitchen Food માં પહેલી વસ્તુ કોફી. Expiry ડેટ પછી પણ તમે કોફીનો ઉપયોગ કરી શકો છો. આનું કારણ એ છે કે Pre-breed coffeeના મિશ્રણને સૂકવીને તાત્કાલિક કોફી તૈયાર કરવામાં આવે છે. આ કોફીને ગરમ હવા દ્વારા પાવડર ના રૂપમાં તૈયાર કરવામાં આવે છે. આ સિવાય, ક્યારેક કોફીને વેક્યૂમ દ્વારા ડ્રાય કરવામાં આવે છે તથા સ્થિર કરવામાં આવે છે. કોફી તૈયાર કરવાની આ પ્રક્રિયા દર્શાવે છે કે તેમાં કોઈ ભેજ રહેલ નથી. આ જ કારણ છે કે તે Expiry થયા પછી પણ તેને ઉપયોગમાં લઈ કરી શકાય છે.
2. મીઠું
મીઠું એક એવું ખાદ્ય ચીજ વસ્તુ છે જે ક્યારેય બગડતું નથી. આ જ કારણ છે કે તેનો ઉપયોગ અથાણાં, ચટણી અને સૂકા નાસ્તાને સ્ટોર કરવામાં આવે છે. જો કે, આ ત્યારે જ પોસિબલ છે જ્યારે મીઠું આયોડિન અથવા અન્ય ઉમેરણો સાથે મિશ્રિત ન હોય. કારણ કે જ્યારે આવું થાય છે, ત્યારે મીઠાના કુદરતી ગુણધર્મો માં બદલાવ આવી જાય છે. તમારે જાણવું જ જોઇએ કે દરિયાના પાણીમાંથી મીઠું બને છે. તેથી જ તેનો સાચો સ્વાદ ક્યારેય મળતો નથી. જેના કારણે મીઠાની Shelf life 5 થી 6 વર્ષ સુધી ઘટી જાય છે.
3. મધ
મધનો ઉપયોગ આજના સમયથી નહીં પરંતુ ઘણા લાંબા સમયથી કરવામાં આવે છે. તેના ગુણધર્મો અને પોષક તત્વોને કારણે, તે સમગ્ર વિશ્વમાં તેનો યુઝ કરવામાં આવે છે. આ ઉપરાંત, તે ખાદ્ય ચીજોમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે જે તમે Expiry ડેટની ચિંતા કર્યા વગર ઉપયોગ કરી શકો છો. મધ વર્ષો સુધી સારૂ રહે છે કારણ કે તેમાં પાણીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. જ્યારે Microbialને વૃદ્ધિ માટે પાણીની જરૂર હોય છે. આ કારણ પણ છે કે પ્રવાહી પીણાં તથા ઘટકો જેમાં પાણીનો ઉપયોગ થાય છે. તે ટૂંક સમયમાં સમાપ્ત થાય છે.
4. ખાંડ
ખાંડનો સ્વાદ ક્યારેય બગડતો નથી, પછી ભલેને તેને ઘણા જૂના સમય સુધી રાખવામાં આવેલી હોય. તમે તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો, તેમાં હાજર પોષક તત્વો ક્યારેય નાશ પામતા નથી.
5. સોયા સોસ
સોયા સોસ ઘણી ખાવાની વાનગીઓમાં વપરાય છે. પરંતુ તેનું પેકિંગ જોઈને લોકો ક્યારેક માની લે છે કે તે Expiry થઈ ગયું હશે. પણ તમને જણાવી દઈએ કે સોયા સોસને ઘણા લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. પરંતુ આ ત્યારે જ થઈ શકે છે જ્યારે તમારે જો આ ચટણી બનાવવામાં કોઈ Additives અને Preservatives નો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય. એટલું જ નહીં, સોયા સોસની બોટલ ખોલવામાં આવે તો પણ તે લાંબા સમય સુધી તેનો ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત મીઠા દ્વારા તેની શેલ્ફ લાઈફ પણ વધારી શકાય છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)