gujjufanclub.com

Logo

Gujjufanclub.com

Spread the love

આંખો આપણા શરીરનો એક ખાસ ભાગ છે પરંતુ ઘણીવાર આપણે એવી ભૂલ કરી બેસીએ છીએ કે જેની સીધી અસર આંખોની રોશની પર પડે છે અને નાની ઉંમરે જ ચશ્મા પહેરવાનો વારો આવે છે.

આંખો આપણા શરીરનો એક ખાસ ભાગ છે પરંતુ ઘણીવાર આપણે એવી ભૂલ કરી બેસીએ છીએ કે જેની સીધી અસર આંખોની રોશની પર પડે છે અને નાની ઉંમરે જ ચશ્મા પહેરવાનો વારો આવે છે.

કમજોર આઈ સાઈટની સમસ્યાનો દરેક લોકો શિકાર બની રહ્યા છે. જેના કારણે મોટાભાગના લોકોને નાની ઉંમરે જ ચશ્મા પહેરવા પડે છે. અને ઘણીવાર ચશ્મા પહેરવાથી અનેક સમસ્યાઓ થાય છે. આમ તો આંખો કમજોર હોવી તે કોઈ નવી વાત નથી. ઘણીવાર આપણી બેદરકારીના કારણે આંખો કમજોર થઈ જાય છે. બીજી તરફ અમુક વાર આંખોના ચશ્મા પાછળનું કારણે ફેમિલી હિસ્ટ્રી પણ હોય શકે છે. એવામાં દવાથી કામ ચલાવવું પૂરતું નથી. જો તમે ખાણીપીણીમાં થોડું ધ્યાન રાખશો તો આંખોમાં ચશ્મા પહેરવાની નોબત જ નહીં આવે. આજે અમે તમને જણાવીશું આંખોની રોશની વધારવા માટે શું ખાવું જોઈએ.

કેમ કમજોર થઈ જાય છે આંખો?
સ્ટડી મુજબ, આંખોની રોશની ઓછી થવા પાછળ જીંક, કોપર, વિટમિન-સી, વિટામિન ઈ અને બીટા કેરેટિનની કમી કારણ બની શકે છે. એટલા માટે ભોજનમાં ઓમેગા-3 ફેટી એસિડ, જેક્સેન્થિન, લ્યૂટિન અને બીટા કેરેટિન વગેરે શામેલ કરવાથી સમસ્યાઓ દૂર થઈ શકે છે. 

આ ફ્રૂટ્સ ખાવાથી વધશે આંખોની રોશનીઃ
1. વિટમિન-એથી ભરપૂ ફૂડ્સઃ
વિટામિન એથી ભરપૂર ફૂ઼્સ આંખો માટે ખુબ જ ફાયદાકારક છે. વિટામિન એમાં Rhodopsin હોય છે. તે એવ એવું પ્રોટીન છે જે તમારી આંખોને ઓછી લાઈનમાં પણ જોવાની મદદ કરે છે.  તે તમારી આઈસાઈટ વધારવામાં મદદ કરે છે. ગાજર, કદ્દુ, પપૈયું અને લીલા શાકભાજી ખાવાથી સમસ્યા દૂર થાય છે. 

2. વિટામિન B 1 અને E વાળા ફૂડ્સઃ
વિટામિન-બી 1થી ભરપૂર ફૂડ્સ એન્ટી સ્ટ્રેસ ફૂડ્સ છે. જે આંખોને સ્ટ્રેસથી બચાવે છે અને ડ્રાઈનેસ અને સોજાની સમસ્યામાંથી છુટકારો આપે છે. જ્યારે વિટામિન-ઈ પણ આંખો માટે ખુબ જ જરૂરી છે. એટલા માટે તમે તમારા ડાઈટમાં મટર, નટ્સ, કાજુ, બદામ અને દાળને શામેલ કરો.

3. ખાટા ફળોઃ
આંખોની રોશની વધારવા માટે ખાટા ફળોનું પણ સેવન કરવું ખુબ જ જરૂરી છે. ખાટા ફળો વિટામિન સીથી ભરપૂર હોય છે. તે સિવાય તેમાં વિટામિન ઈ અને ખાસ એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જે આંખોની ડ્રાયનેસને દૂર કરવામાં મદદ કરે છે. 


Spread the love

Leave a Reply