gujjufanclub.com

Logo

Gujjufanclub.com

Spread the love

ચીન સ્ટિવિયાનો પુષ્કળ ઉત્પાદક અને સપ્લાયર દેશ છે.

અતિ મીઠાશ હોવા છતાં કેલરી અથવા તો કાર્બોહાઈડ્રેટ્સ હોતા નથી

શેરડીને ભૂલી જાવ– આ વનસ્પતિ ખાંડ કરતા 300 ગણી મીઠાશ ધરાવે છે, ડાયાબિટીસમાં પણ ઉપયોગી

ચીન સ્ટિવિયાનો પુષ્કળ ઉત્પાદક અને સપ્લાયર દેશ છે.

અતિ મીઠાશ હોવા છતાં કેલરી અથવા તો કાર્બોહાઈડ્રેટ્સ હોતા નથી

ઉનાળામાં શેરડીના રસનો મહિમા વધી જાય છે. ગરમીંના કારણે ગ્લુકોઝ શરીરમાં ઝડપથી ઓછું થઇ જતું હોય છે ત્યારે લીંબુ સરબત અને શેરડી અમૃત સમાન છે પરંતુ એક વનસ્પતિ એવી છે જે ગળપણનો માપ દંડ ગણાતી ખાંડ કરતા 300 ગણું ગળપણ ધરાવે છે. જેનું નામ સ્ટિવિયા છે. આ વનસ્પતિ કુદરતી મીઠાશ ધરાવે છે આથી  દેશ- વિદેશમાં કન્ફેક્શનરી અને બેવરેજિસની બનાવટમાં ઉપયોગ થાય છે. 

2028 સુધીમાં સ્ટિવિયા પ્રોડકટનું વૈશ્વિક માર્કેટ 1.11 અબજ સુધી પહોંચે તેવી શકયતા છે.  નવાઇની વાત તો એ છે કે આટલા ગણી મીઠાશ છતાં સ્ટિવિયા કેલરી અથવા તો કાર્બોહાઈડ્રેટ્સ ધરાવતી નથી . તેમજ તે નીચો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ધરાવે છે. કુદરતી ગુણોથી ભરપૂર આ વનસ્પતિની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખૂબ ડિમાંડ રહે છે.

ખાસ કરીને યૂરોપમાં સ્ટિવિયાની સારી એવી ખપત છે. ચીન સ્ટિવિયાનું પુષ્કળ ઉત્પાદન અને સપ્લાયર દેશ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં પણ સ્ટિવિયાનું વાવેતર પહેલાની સરખામણીમાં વધ્યું છે.

સ્ટિવિયાનો છોડ પાંચથી સાત વર્ષનું આયુષ્ય ધરાવે છે અને વર્ષમાં તેના ચાર ફાલ આવતા હોવાથી ઊંચું વળતર આપે છે. સ્ટિવિયાનો છોડ 6 ડિગ્રી સેલ્સિયસથી નીચેના તાપમાને ટકી શકતો નથી . આ એક સબ – ટ્રોપિકલ પાક છે એ રીતે જોઇએ તો  ભારતમાં સ્ટિવિયાના વાવેતર માટે સાનૂકૂળ વાતાવરણ છે. સ્ટીવિયા  5 થી માંડીને 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સારી રીતે ટકી શકે છે.

આ એક રેબોડિયાના નામના પ્લાન્ટમાંથી મળે છે.સ્ટિવિયાના પાન તુલસી જેવા આકારના હોય છે. તેના પાન ચાવવાથી ખૂબ ગળ્યા લાગે છે. આથી જ તો તેને સ્વીટ લીફ કે મીઠી તુલસી પણ કહે છે. ટાઇપ-2 ડાબાબિટીસ ધરાવતા લોકોમાં જમ્યા પછી સૂગર લેવલ વધતું હોય છે પરંતુ આ નેચરલ સ્વીટનેસ ધરાવે છે તેના ઉપયોગથી સૂગર લેવલ વધતું નથી.

સ્ટિવિયાનો પાવડર કે ઔષધિ સ્વરુપે હર્બલ પ્રોડકટ તરીકે વેચાય છે. સ્ટિવિયાના પાનમાં એન્ટી ઓકિસડેંટ જેમ કે ફલેવોનોએડસ, ટેનિન કેફેઇક એસિડ વગેરે હોય છે. આ ઉપરાંત આર્યન, પ્રોટિન,ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, વિટામીન એ અને સી પણ હોય છે


Spread the love

Leave a Reply