આજકાલ સ્માર્ટફોન દરેકના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. ફોનનો ઉપયોગ બેંકિંગ, ઓનલાઇન ખરીદી, સોશિયલ મીડિયા, ફોટા અને વ્યક્તિગત માહિતી સ્ટોર કરવા માટે થતો હોય છે. પણ જયારે આપણે ફોન પર વધારે નિર્ભર થવા લાગીએ છીએ, ત્યારે ફોન હેકિંગ અને સાયબર હુમલાનો જોખમ પણ વધી જાય છે.
તમારા ફોનમાં હેકિંગના ચિંહ જોવાતા હોય, તો તેને ઈગ્નોર ન કરશો. અહીં કેટલીક મહત્વની વિગતો આપી છે, જે તમારું ડેટા અને ગોપનીયતાને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે.
1. બેટરી ઝડપથી ખતમ થવી
જો તમારું ફોન નોર્મલ ઉપયોગ છતાં ઝડપથી ડિસ્ચાર્જ થતું હોય, તો આ ઈશારો છે કે બેકગ્રાઉન્ડમાં કોઈ માલવેર અથવા સ્પાયવેર સક્રિય છે. હેકર્સની હાજરીથી બેટરીનો વપરાશ વધુ થઈ શકે છે.
2. ફોન ગરમ થવું
ક્યારેક ઓછા ઉપયોગ છતાં ફોન ગરમ થવા લાગે તો તે સાવધાનીનો સંકેત છે. આ પૃષ્ઠભૂમિમાં ચાલી રહેલી કોઈ અનધિકૃત પ્રક્રિયાના કારણે હોઈ શકે છે.
આ પણ વાંચો : ખોવાયેલા કે ચોરી થયેલા ફોન ને ટ્રેક કરો આ રીતે, જાણો શુંં છે CEIR સિસ્ટમ
3. અજાણી એપ્સ દેખાવા
તમારા ફોનમાં એવી એપ્સ જો દેખાય, જે તમે ડાઉનલોડ ન કરી હોય, તો ચેતવા જેવી વાત છે. આવા એપ્સ હેકર્સ દ્વારા ઇન્સ્ટોલ કરાયેલા હોઈ શકે છે, જે તમારું ડેટા ચોરી કરે છે.
4. મોબાઇલ ડેટા વધુ વપરાશ
તમારા ડેટાનો અચાનક વધારે ઉપયોગ જોવાય તો માલવેરનું કામ હોઈ શકે છે, જે તમારું ડેટા ચોરીને ઇન્ટરનેટ દ્વારા મોકલી રહ્યું હોય.
5. અજાણ્યા કોલ્સ અને મેસેજ્સ
તમારા ફોનમાંથી તમારા જાણ્યા વિના કોલ કે મેસેજ મોકલવામાં આવે તો ચોક્કસ તમે હેક થઈ ગયા છો.
6. અનિચ્છનીય જાહેરાતો અને પોપઅપ્સ
વારંવાર અસામાન્ય જાહેરાતો કે પોપઅપ્સ દેખાય તો સમજવું કે ફોનમાં વાયરસ છે.
હેકિંગથી બચવા માટે પગલાં
- અજાણી એપ્સ તાત્કાલિક ડિલીટ કરો.
- તમારા ફોનને એન્ટીવાયરસથી સ્કેન કરો.
- તમારા બધા પાસવર્ડ (બેંક અને સોશિયલ મીડિયા) બદલો.
- ફોનના સોફ્ટવેર અને એપ્સ હંમેશા અપડેટ રાખો.
- જરૂર પડ્યે ફોનને ફેક્ટરી રીસેટ કરો.
તમારા ડેટાને સુરક્ષિત રાખો
જો તમારું સ્માર્ટફોન હેક થવાનું સંકેત આપે છે, તો તાત્કાલિક પગલાં લેશો. તમારું ડેટા અને ગોપનીયતા તમારાં હાથમાં છે. આ બ્લોગ શેર કરીને બીજા લોકોને પણ આ મહત્વની જાણકારી આપો.