Spread the love નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતીમને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશેપછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારેએ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છેપણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજનાફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણનથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી – હેમંત Share this:TweetTelegramWhatsAppLike this:Like Loading... Related Spread the love Post navigation Poem : કરી શકો તો કરી બતાવો…