❛કરી શકો તો કરી બતાવો,
ને કોરી આંખે રડી બતાવો.
ગણિત તમારું જો હોય પાકું,
વહ્યાં જે આંસુ ગણી બતાવો.
કર્યા વિના બસ હા-જી બધામાં,
વિરુદ્ધ વ્હેણે તરી બતાવો.
દશા અમારી સમજવા માટે,
ડુમા ને ડુસકાં ગળી બતાવો.
બહાદુરીની પરીક્ષા કરવા,
લ્યો, ખુદની સાથે લડી બતાવો.
મઝા મળીતી જે સ્વપ્ન જોઈ,
પ્રભુ એ સપનું ફરી બતાવો.
સરળ છે જીવન કહો છો ઈશ્વર,
બની ને માણસ જીવી બતાવો.❜