
તમારું આયુષ્ય લાંબુ હશે કે ટૂંકું? શરીરના આ 5 સંકેતોને સમજીને લગાવો અંદાજ
સીડી ચડતી વખતે હાંફ લગાવો અથવા કોઈની સાથે નબળાઈથી હાથ મિલાવવો જેવા ઘણા સંકેતો છેલ્લા કેટલાક દાયકાઓમાં નિષ્ણાતોએ શોધી કાઢ્યા છે, જે સૂચવે છે કે તમને વહેલું મૃત્યુ થવાનું જોખમ છે. પરંતુ હવે એક્સપર્ટે કેટલીક વધુ બાબતો વિશે માહિતી આપે છે.
હેલ્થ એક્સપર્ટ્સે એવા ઘણા સંકેતો શોધી કાઢ્યા છે જેના પરથી તમે જાણી શકો છો કે તમે કેટલું જીવશો. જેની માટે કેટલાક સરળ ટેસ્ટ છે. જે તમે સરળતાથી કરી લો તો તમે લાંબુ આયુષ્ય જીવી શકો છો. જો તમે તેને સરળતાથી ન કરી શકો તો તમારા મૃત્યુ વહેલા થવાની શક્યતાઓ વધારે છે.
સીડી ચડતી વખતે હાંફ લગાવો અથવા કોઈની સાથે નબળાઈથી હાથ મિલાવવો જેવા ઘણા સંકેતો છેલ્લા કેટલાક દાયકાઓમાં નિષ્ણાતોએ શોધી કાઢ્યા છે, જે સૂચવે છે કે તમને વહેલું મૃત્યુ થવાનું જોખમ છે. પરંતુ હવે એક્સપર્ટે કેટલીક વધુ બાબતો વિશે માહિતી આપે છે.
સંશોધન બતાવે છે કે 10 સેકન્ડ માટે એક પગ પર સંતુલન ન રાખી શકવું એ એક ખતરાની ઘંટી સમાન છે, જે સૂચવે છે કે તમે અકાળે મૃત્યુ પામી શકો છો.
ડેઈલી મેલના અહેવાલ મુજબ, 50થી 75 વર્ષની વયના 2,000 લોકો પર કરવામાં આવેલા આ સંશોધનમાં બ્રાઝિલના નિષ્ણાતોએ શોધી કાઢ્યું કે જે લોકો એક પગ પર 10 સેકન્ડ સુધી ઉભા રહી શકતા ન હતા, તેઓની વહેલા મરવાની સંભવના જે લોકોએ આ ટેસ્ટ પાસ કર્યો હતો, તેમના કરતાં 84 ટકા વધારે હતી.
એક પગ પર સંતુલન રાખવું
તાજેતરના એક અભ્યાસ મુજબ, જે લોકો એક પગ પર ઉભા રહીને સંતુલન જાળવી શકતા નથી, તેમના પર મૃત્યુનું જોખમ ખૂબ વધારે છે.
બ્રાઝિલના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જે લોકો ફ્લેમિંગોની સ્થિતિમાં 10 સેકન્ડ સુધી ઊભા રહી શકતા નથી, તેમના મૃત્યુની સામ્ભના જે લોકો ઉભા રહી શકે છે તેમના કરતા બમણી છે.
અભ્યાસ દરમિયાન, તમામ ભાગ લેનારને કોઈપણ આધાર વિના 10 સેકન્ડ માટે એક પગ પર ઊભા રહેવા માટે કહેવામાં આવ્યું હતું.
આ દરમિયાન, ભાગ લેનારને એક પગ બીજા પગની પાછળ રાખવા અને બંને હાથને બાજુ પર રાખવા માટે કહેવામાં આવ્યું હતું. તેમને એક પગ પર ઊભા રહેવા માટે માત્ર ત્રણ ચાન્સ આપવામાં આવ્યા હતા.
ચાલવાની ઝડપ
એક પગ પર સંતુલન ન રાખવા સાથે જે વૃદ્ધ લોકો ધીમે ધીમે ચાલતા હોય છે તેમનામાં પણ વહેલા મૃત્યુનું જોખમ ઘણું વધારે જોવા મળે છે.
ફ્રાન્સમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ રિસર્ચના સંશોધકોએ 65 વર્ષથી વધુ ઉંમરના 3200 લોકોની ચાલવાની ઝડપ 5 વર્ષ સુધી માપી હતી.
આ અભ્યાસ દરમિયાન ભાગ લેનારા લોકોને 6 મીટર લાંબા કોરિડોર પર ચાલવા માટે કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન તમામ લોકોની ઝડપને ત્રણ અલગ-અલગ પોઇન્ટથી માપવામાં આવી હતી.
પરિણામો દર્શાવે છે કે સૌથી ધીમે ચાલનાર પુરુષો 90 મીટર પ્રતિ મિનિટ (દર 18 મિનિટે એક માઇલ) ચાલતા હતા, જ્યારે સૌથી ઝડપી ચાલનાર પુરુષો 110 મીટર પ્રતિ (દર 15 મિનિટે એક માઇલ) થી વધુ ઝડપે ચાલતા હતા.
આ દરમિયાન, સૌથી ધીમી મહિલા ચાલક 81 મીટર પ્રતિ મિનિટ (દર 20 મિનિટે એક માઇલ) ઝડપે ચાલ્યા હતા, જ્યારે સૌથી ઝડપી મહિલા ઓછામાં ઓછા 90 મીટર પ્રતિ મિનિટની ઝડપે ચાલ્યા હતા.
વિશ્લેષણ દર્શાવે છે કે સૌથી ધીમી ગતિએ ચાલનારાઓને મૃત્યુનું જોખમ સૌથી ઝડપી ચાલનારાઓ કરતાં 44 ટકા વધારે છે.
સંશોધકોએ જણાવ્યું કે જે લોકો ઝડપથી ચાલે છે તેઓ ફિટ રહી શકે છે અને તેમના હૃદયની તંદુરસ્તી પણ સારી રહે છે.
ઉઠવા બેસવામાં તકલીફ
કોઈ પણ ટેકા વિના ઉઠવું કે બેસવું એ દર્શાવે છે કે તમારું સ્વાસ્થ્ય કેવું છે અને તમે કેટલા સમય સુધી જીવી શકો છો.
સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જે લોકોને એકવાર બેઠા પછી ઉઠવામાં તકલીફ થાય છે, તેમના મૃત્યુની શક્યતા પાંચ ગણી વધારે છે.
બ્રાઝિલની યુનિવર્સિટી ઓફ ગામા ફિલ્હોના વૈજ્ઞાનિકોની એક ટીમે 51થી 80 વર્ષની વયના 2,002 લોકોની ભરતી કરી હતી, જેમનું બેસવા અને ઉઠવાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ભાગ લેનાર ઉઘાડા પગે હતા અને ઢીલા-ફિટિંગના કપડાં પહેરેલા હતા, તેઓને કોઈ પણ ટેકા વિના તેમના પગ જમીન પર પગ વાળીને બેસવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી તેઓને કોઈ પણ ટેકા વિના ઉભા થવા માટે કહેવામાં આવ્યું. બધા ભાગ લેનારાઓને 10માંથી સ્કોર્સ આપવામાં આવ્યા હતા. ઉઠતી-બેસતી વખતે જેમનું સંતુલન બગડતું હતું, તેમના પોઇન્ટ કાપી લેવાં આવ્યા હતા.
રિસર્ચના અંતે જાણવા મળ્યું કે જે લોકોને ઉઠવામાં તકલીફ પડી રહી હતી અથવા જેમણે 10માંથી શૂન્યથી 3 સુધીનો સ્કોર કર્યો છે તેમના મૃત્યુની શક્યતા આ ટેસ્ટ પાસ કરનારાઓ કરતાં 5.4 ગણી વધુ હોવાનું જાણવા મળ્યું હતું.
સીડી ચઢવી
તમે સીડીઓ સરળતાથી ચઢી શકો છો કે નહીં, તે પણ સૂચવે છે કે તમે લાંબુ જીવશો કે વહેલા મૃત્યુ પામશો.
સ્પેનના સંશોધકોએ 12,000થી વધુ લોકોને ટ્રેડમિલ પર દોડાવ્યા. આ સંશોધન 5 વર્ષ સુધી ચાલ્યું. આ દરમિયાન તમામ લોકોના હૃદયનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.
ફિટ લોકોની સરખામણીમાં અસ્વસ્થ લોકોમાં મૃત્યુ દર ત્રણ ગણો વધારે જોવા મળ્યો હતો.આ સંશોધન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે જો તમે તમારા હૃદયના સ્વાસ્થ્ય વિશે જાણવા માંગતા હોવ તો ત્રણ માળ સુધી સીડીઓ પર નોન-સ્ટોપ ચઢો. જો તમે આ કરી શકો છો, તો સમજવું કે તમારા હૃદયની તંદુરસ્તી ખૂબ સારી છે.
જે લોકોને માટે 10 પુશઅપ કરવું મુશ્કેલ છે તેમને હાર્ટ એટેક અથવા સ્ટ્રોક આવવાની શક્યતા 40 પુશઅપ કરનારા લોકો કરતા બમણી હોય છે.
સંશોધકોની આંતરરાષ્ટ્રીય ટીમે શારીરિક તંદુરસ્તી અને હૃદયરોગના જોખમ વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તેની શોધ કરી હતી.
તેમાં 1,100 અગ્નિશામકોનો સમાવેશ થાય છે, જેમને 2000 અને 2010 ની વચ્ચે સ્થાનિક મેડિકલ ક્લિનિકમાં નિયમિતપણે શક્ય તેટલા પુશઅપ્સ કરવાનું કહેવામાં આવ્યું હતું.
10 વર્ષ સુધી મોનિટર કર્યા બાદ 37 લોકોમાં હૃદય રોગ જોવા મળ્યો હતો. સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો 40 થી વધુ પુશ અપ કરી શકે છે, તેમને હૃદય રોગનું જોખમ ઓછું હોય છે.