gujjufanclub.com

Spread the love

તમે દુનિયામાં જ્યાં પણ જાઓ છો, થોડા દિવસો પછી તમને તમારું દેશી ભોજન યાદ આવવા લાગે છે. ઘરના સંતુલિત મસાલા અને મરચાના સ્વાદને તમે યાદ કરવા લાગો છો. ખાવાની ઈચ્છાને શાંત કરવા માટે વિદેશમાં પણ ભારતીય ભોજન પીરસવામાં આવે છે.ખાવની આ ક્રેવિંગના કારણે વિદેશોમાં પણ ભારતીય ભોજન પીરસવામાં આવે છે. પરંતુ આ ઇન્ડિયન ફૂડ અજીબોગરીબ નામ સાંભળીને જ મગજ ચકરાવી જશે.આવો જ નામ આપીને આ વિદેશી રેસ્ટોરંટ ઇન્ડિયન ફૂડના ચાર ગણો રેટ લગાવી તેને વેચી રહ્યા છે.

નોર્થ ઇન્ડિયન ફૂડમાં મરચા-મસાલાનો સ્વાદ ભરપૂર હોય છે, પરંતુ સમગ્ર દેશમાં સાઉથ ઇન્ડિયન ફૂડ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તો જ ક્યાંય પણ જાઓ, સાદા ઢોંસાની કિંમત 50-60 રૂપિયાથી શરૂ થાય છે અને એક સારા ઢોંસાની કિંમત 250-300 રૂપિયા સુધી આવે છે, પરંતુ અમેરિકામાં રેસ્ટોરન્ટ તેને “નેકેડ ક્રેપ” તરીકે 1000 રૂપિયામાં વેચી રહી છે. આટલું જ નહીં અન્ય વાનગીઓના નામ સાથે પણ ઘણો અત્યાચાર થયો છે.

ઢોસાથી લઈને સાંભર-વડા સુધીના વિચિત્ર નામ

યુએસમાં ઇન્ડિયન ફૂડ પીરસતી સિએટલ સ્થિત ઇન્ડિયન ક્રેપ કંપની હોટેલના મેનુએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યમાં છે કે શા માટે રેસ્ટોરન્ટે ભારતીય વાનગીઓના નામ બદલી નાખ્યા છે અને તે મૂળ કિંમત કરતા ઘણા વધુ ભાવે વેચાઈ રહી છે.

આ રેસ્ટોરન્ટના મેનૂની વાયરલ તસવીર સૂચવે છે કે તેમાં ઢોંસા, ઈડલી અને સાંબર વડા જેવી લોકપ્રિય સાઉથ ઇન્ડિયન વાનગીઓની તસવીરો છે, પરંતુ આના નામ તમારા માથા પરથી ઊડી જશે. મેનૂ પર, સાંભરમાં ડૂબેલા વડાના બાઉલને “ડંક્ડ ડોનટ ડિલાઇટ” તરીકે લેબલ કરવામાં આવે છે, જ્યારે સાદા ડોસાને “નેકેડ ક્રેપ” તરીકે લેબલ કરવામાં આવે છે. મસાલા ઢોસાનું હુલામણું નામ “સ્મેશ્ડ પોટેટો ક્રેપ” છે.

ભાવ સાંભળીને હોશ ઉડી જશે

રેસ્ટોરન્ટ “ડંક્ડ ડોનટ ડિલાઇટ” એટલે કે સંભાર વડા $ 16.49 ની કિંમતે એટલે કે 1300 રૂપિયાથી વધુની કિંમતે વેચી રહી છે. તેવી જ રીતે, સાદા ડોસાને “નેકેડ ક્રેપ” તરીકે $17.59 એટલે કે 1400 રૂપિયામાં અને બટાકાના ઢોસા $18.59 એટલે કે 1500 રૂપિયાથી વધુમાં વેચવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, રેસ્ટોરન્ટે ઉત્પમનું નામ “ક્લાસિક દાલ પેનકેક” રાખ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે જો દુનિયામાં પિઝાનું નામ પિઝા છે તો ઢોસાને ઢોસા કેમ નથી કરતા?


Spread the love

Leave a Reply