Weight Loss Tips: જો તમે તમારા વધતા વજનથી પરેશાન હોવ તો આ રીતે છાશનું સેવન કરો. તેનાથી તમારુ વજન ઝડપથી ઘટવા લાગશે.
Weight Loss Tips: વધતા વજનને ઓછુ કરવું અથવા તો કંટ્રોલ કરવું ઘણુ મુશ્કેલ બની જાય છે. તેના માટે લોકો જિમ, યોગા,ડાયેટ અને ઘણા બધા રસ્તા અપનાવે છે. ઘણીવાર ખૂબ જ મહેનત કર્યા પછી વજન (Buttermilk For Weight Loss) ઓછુ તો થાય છે પરંતુ જેવું વજન ઘટે આપણે જૂનુ રૂટીન ફોલો કરવા લાગીએ છીએ.
તેવામાં ધીમે-ધીમે થોડા જ સમયમાં વજન ફરીથી વધવા લાગે છે. આ ઉપરાંત ઘણીવાર એવું પણ બને છે કે હેલ્ધી ડાયેટ (Healthy Diet) અને ઓછી કેલરી ઇનેટક (Limiting Calorie Intake) પછી પણ વજન ઓછુ નથી થતું
જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો છાશની મદદથી તમે તમારુ વજન ઘટાડી શકો છો. આજે અમે તમને છાશની એવી 3 રેસિપી (Weight Loss Buttermilk Recipe) વિશે જણાવીશું જેના સેવનથી તમે સરળતાથી વજન ઘટાડી શકો છો.
ફેટ બર્ન કરવા માટે પીવો છાશ (Buttermilk for weight loss): શિકંજી છાશ (Shikanji Chach)- શિકંજી છાશ ફેટ બર્ન કરવામાં ઘણી મદદ કરે છે. આ છાશ તમારા પેટની મેટાબોલિક એક્ટિવિટીમાં વધારો કરે છે અને પછી ફેટ મેટાબોલિઝમને ઝડપી બનાવવામાં મદદ કરે છે. એટલું જ નહીં, આ છાશ પેટને ભરેલું રાખવામાં અને કેલરી બર્ન કરવામાં મદદરૂપ છે. આ છાશ બનાવવા માટે લીંબુ અને સંચળ મિક્સ કરીને છાશમાં નાખો અને પછી ઉપર ફુદીનાના પાન નાખો અને પછી છાશનું સેવન કરો.
ચિયા સીડ્સ છાશ (Chia seeds Chach): ચિયા સીડ્સમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને તે પેટની મેટાબોલિક એક્ટિવિટીને વેગ આપે છે અને પેટમાં ભેજ અને જેલ જેવું કંપાઉન્ડ બનાવે છે, જે શરીરમાંથી ફેટ બહાર કાઢવાનું કામ કરે છે. આ માટે છાશ લો અને તેમાં ચિયા સીડ્સ ઉમેરો. આ પછી આ છાશનું સેવન કરો.
અળસીના બીજથી બનાવો છાશ (Flax seeds powder with buttermilk): તેના માટે અળસીના બીજને શેકીને તેનો પાવડર બનાવી લો અને પછી છાશમાં તેને મિક્સ કરીને પીવો. આ શરીરમાં મેટાબોલિઝમ ઝડપી બનાવવાની સાથે ફેટ બર્ન કરવામાં મદદરૂપ છે. અળસી ફાયબરથી ભરપૂર છે, જે શરીરમાં જમા ફેટને બર્ન કરે છે.