gujjufanclub.com

Spread the love

મમરા ખૂબ હળવા અને ક્રન્ચી હોય છે. ઘણા લોકો મમરા ખાવાના શોખીન હોય છે. તેનો ઉપયોગ ખાસકરીને ભેળપુરી વગેરેમાં કરવામાં આવે છે. આ માત્ર સ્વાદમાં જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. આમાં પ્રોટીન, આયર્ન, પોટેશિયમ જેવા પોષક તત્વ હોય છે. આને ખાવાથી શરીરને એનર્જી પણ મળે છે. આ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આના બીજા પણ ઘણા ફાયદા છે. 

વજન ઘટાડવામાં મદદરૂપ

મમરામાં કેલેરીનું પ્રમાણ ઓછુ હોય છે. આને તમે વેટ લોસ જર્નીમાં સરળતાથી સામેલ કરી શકો છો. વજન ઘટાડવા માટે આ શાનદાર સ્નેક્સ સાબિત થઈ શકે છે. આ સ્વાદમાં શ્રેષ્ઠ હોવા સાથે વજનને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. 

હાઈ બીપી કંટ્રોલ કરે છે

સાદા મમરામાં સોડિયમનું પ્રમાણ ઓછુ હોય છે. આ અન્ય સ્નેક્સની તુલનામાં હેલ્ધી સાબિત થઈ શકે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેમણે પોતાની ડાયટમાં સ્નેક્સ તરીકે મમરા જરૂર ખાવા જોઈએ. આનાથી હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 

ઈમ્યુનિટીને મજબૂત કરે છે

મમરા એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. આ ઈમ્યુનિટી વધારવામાં મદદ કરી શકે છે. જેનાથી તમે ઘણા પ્રકારની બીમારીઓ અને સંક્રમણથી બચી શકો છો.

પાચનશક્તિને મજબૂત કરે છે

મમરા પેટ સંબંધિત સમસ્યાને ઘટાડે છે. જો તમે છાતીમાં બળતરા, સોજો, ઝાડા, ખેંચાણ વગેરેથી પરેશાન હોવ તો મમરા આ સમસ્યાઓને દૂર કરી શકે છે. જે લોકોને કબજિયાતની સમસ્યા છે, તેમણે મમરા જરૂર ખાવા જોઈએ. 

હાડકાને સ્વસ્થ રાખે છે

મમરા ફાઈબર, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. આ પોષક તત્વોનો ખજાનો હોય છે. જે હાડકાને મજબૂતી આપે છે. 

સ્કિન માટે ફાયદાકારક

મમરા આરોગ્ય સિવાય સ્કિન માટે પણ ફાયદાકારક હોય છે. આ સ્કિન સંબંધિત સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે. આમાં વિટામિન-બી પૂરતા પ્રમાણમાં હોય છે, જે સ્કિન પ્રોબ્લેમને દૂર કરવામાં મદદરૂપ છે. 

Source: Wikipedia


Spread the love

Leave a Reply