AC Cooling: કાળઝાળ ગરમી પડી રહી છે. આ ગરમીમાંથી છૂટકારો મેળવવા માટે લોકો એસી અને કૂલરનો ઉપયોગ કરતા હોય છે. આમ, તમારું એસી પ્રોપર રીતે કુલિંગ કરતુ નથી તો આ ટિપ્સ તમારા માટે કામની છે.

AC Boosting: જૂનું એસી સામાન્ય રીતે કુલિંગ ઓછુ કરે છે. આ સમસ્યા અનેક લોકોના ઘરે થતી હોય છે. આમ, ઘણી વાર નવું એસી પણ પ્રોપર રીતે ઠંડક કરતુ નથી. આમ, કુલિંગમાં વધારે સમય લાગવાને કારણે રૂમ જલદી ઠંડો થતો નથી. આમ, કોમ્પ્રેસર પર લોડ વધારે આવી શકે છે. આ કારણે બિલિંગ વધારે આવી શકે છે. તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમારો રૂમ મિનિટોમાં ઠંડો થઇ જશે અને લાઇટ બિલ પણ ઓછુ આવશે. તો જાણો આ સ્માર્ટ ટિપ્સ વિશે.

આ ટિપ્સ કામની છે
- અનેક લોકોનું માનવું હોય છે કે એસીનું તાપમાન ઓછુ રાખીએ છીએ તો આનાથી એસી જલદી અને સારું કુલિંગ કરે છે. આમ, તમને જણાવી દઇએ કે આવું હોતુ નથી. બ્યુરો ઓફ ઇફિશેન્સી (BEE) નું કહેવું છે કે તમને એસીનું બેસ્ટ કુલિંગ ત્યારે મળે છે જ્યારે તમે 24 ડિગ્રી પર સેટ કરો.
- જ્યારે લોકો નવું એસી ખરીદે ત્યારે એવું માનતા હોય છે કે હવે ચારથી પાંચ વર્ષ સુધી સર્વિસ નહીં કરાવવી પડે. પરંતુ તમને જણાવી દઇએ કે આ એક ખોટી વાત છે. એસીને હંમેશા સમય-સમય પર સર્વિસ કરાવતા રહો. આમ કરવાથી કુલિંગ ફાસ્ટ થાય છે અને બિલ ઓછુ આવે છે.
- આપણે વધારે સમય સુધી એસી ઓન રાખતા નથી કારણકે આના કારણે વિજળીનું બિલ વધારે આવે છે. આમ, તમે આખો દિવસ એસી ચાલુ રાખીને ઓછુ બિલ લાવવા ઇચ્છો છો તો બે અઠવાડિયામાં એક વાર ફિલ્ટર સાફ કરી લો. આમ કરવાથી આની અસર બિલ પર પડે છે.
- તમે એવું ઇચ્છો છો કે તમારું એસી જલદી ખરાબ ના થાય અને વધારે સમય સુધી ચાલુ રહે તો કોશિશ કરો કે એસી ઇનસ્ટોલ કરાવ્યા પછી એના પાછળના ભાગમાં સીધો તડકો ના આવે એનું ખાસ ધ્યાન રાખો. આમ, તડકો સીધો આવે છે તો તમે નાનો શેડ બનાવી શકો છો.
- તમે રૂમમાં ફટાફટ કુલિંગ થાય એવું ઇચ્છો છો તો આ ટ્રિક પર ધ્યાન આપો. તમારા રૂમમાં જ્યારે તમે એસી ઓન કરો ત્યારે પંખો પણ ઓન કરો. આમ કરવાથી ફટાફટ રૂમ ઠંડો થઇ જાય છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. gujjufanclub.com આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
Source : news18.com