gujjufanclub.com

Logo

Gujjufanclub.com

Spread the love

ભેજમાં વધારો થવાના કારણે દિવાલો પર ફૂગના નિશાન દેખાવા લાગે છે

સમગ્ર દેશમાં ચોમાસા(monsoon)એ દસ્તક દઈ દીધી છે. અનેક રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં વાતાવરણ ખુબ જ આહલાદક બની ગયું છે, પરંતુ ઘણા લોકોના ઘરોમાં ભેજ(moisture) આવવાનો ભય પણ છે. આપણે જાણીએ છીએ કે વરસાદની ઋતુમાં ભેજ વધે છે. આવી સ્થિતિમાં ઘરની દિવાલોની ખાસ કાળજી લેવી જરૂરી છે. ભેજમાં વધારો થવાના કારણે દિવાલો પર ફૂગના નિશાન દેખાવા લાગે છે. એટલું જ નહીં ઘરમાં વધારે ભેજને કારણે દીવાલો પણ ફૂલી જાય છે અને ઘરમાં અજીબ પ્રકારની ગંધ આવવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમે શરૂઆતથી જ તમારા ઘરની દિવાલો પર નજર રાખો છો અને કાળજી રાખવા માટે પગલાં ભરો છો, તો તમે વરસાદની મોસમમાં દિવાલોને ભેજથી બચાવી શકો છો.

આ ઘરમાં નથી વીજળી, પાણી કે ગટરનું કનેકશન – જુઓ વિડિઓ

પ્લમ્બર દ્વારા કરાવતા રહો તપાસ

સમયાંતરે ઘરમાં નળ કે પાઈપ વગેરે તપાસતા રહો. જ્યાં નળની પાઈપ હોય કે પાઈપ કનેક્શન હોય ત્યાંથી પાણીનું લીકેજ થવું શક્ય છે. આવી સ્થિતિમાં પાણીના લીકેજને કારણે દિવાલમાં ભેજ થઈ શકે છે. એટલું જ નહીં ભેજ પણ ફૂગ(Fungus)ના નિશાન છોડી શકે છે. આવી સ્થિતિમાં પ્લમ્બરની મદદથી આવી કરાવડાવો.

વેન્ટિલેશન જરૂરી

ચોમાસામાં જો ઘરમાં પૂરતું વેન્ટિલેશન ન હોય તો, તેનાથી દીવાલો પર ભેજ રહી શકે છે અને દિવાલોને નુકસાન પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં ચોમાસાની ઋતુમાં ઘરને વેન્ટિલેટેડ રાખવાનો પ્રયાસ કરો. ખાસ કરીને રસોડામાં કે બાથરૂમમાં વેન્ટિલેશન હોવું ખુબ જ જરૂરી છે.

દિવાલોને બનાવો ડેમ્પ પ્રૂફ

જો તમે ચોમાસામાં ઘરને ભેજથી મુક્ત રાખવા માંગો છો, તો તમે દિવાલોને ડેમ્પ પ્રૂફ કરી શકો છો. આ માટે તમે બજારમાં ઉપલબ્ધ ડેમ્પ પ્રૂફ કેમિકલ અથવા પેઇન્ટનો ઉપયોગ કરી શકો છો. તેઓ ચોમાસામાં દિવાલોને સુરક્ષિત રાખવાનું કામ કરે છે.

આ ટિપ્સ અનુસરો

– સૂર્યના કિરણોને ઘરમાં આવવા દો.

– પંખો સમય સમય પર ચાલુ રાખો.

– ચોમાસા પહેલા દિવાલ અથવા ફ્લોરને રંગવાનું ધ્યાન રાખો.

– પોતું કરવાને બદલે ડસ્ટિંગ કરો.


Spread the love

Leave a Reply